યોગ્ય ન્યાય ન મળતા જનેતાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

0
38

ભાવનગર,
તા.૧૯/૦૩/૨૦૧૮

ભાવનગરના પાલીતાણામાં પરિમલ ચોક વિસ્તારમાં ત્રણ મહિના પહેલા કારની ડિક્કીમાંથી બે બાળકોની લાશ મળી હતી. આ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે ત્યારે યોગ્ય ન્યાય ન મળતા બન્ને બાળકોની માતાએ ઝેરી દવા પી લેતા આપઘાત કરી લીધો છે. તેના મૃતદેહને પીએમ માટે હોસ્પટલે ખસેડાયો છે.

પ્રાપ્ત વિગત મુજબ પાલીતાણાના પરિમલ ચોક વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા કારની ડિક્કીમાંથી બે બાળકો જીયાન અને આફરિનની લાશ મળી આવી હતી. પરંતુ આ અંગે યોગ્ય ન્યાય ન મળતા લાગી આવતા માતા રેશ્માબેને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. રેશ્માબેનના મૃતદેહને પીએમ માટે હોસ્પટલ ખસેડાયો છે. પોલીસને જાણ થતા હોસ્પટલ દોડી ગઇ હતી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY