હરારે,તા. ૩
હરારે ખાતે રમાયેલી ત્રિકોણીય શ્રેણીની એક મેચમાં આજે ઓસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્બે પર જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ ૧૦૦ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ૨૦ ઓવરમાં બે વિકેટે ૨૨૯ રન કર્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૨૯ રન કરી શકી હતી. આજની રમતની મુખ્ય વિશેષતા ઓસ્ટ્રેલિયાના ધરખમ ખેલાડી એરોન ફિન્ચની ઝંઝાવતી સદી રહી હતી. ફિન્ચે ૭૬ બોલમાં ૧૬ ચોગ્ગા અને ૧૦ છગ્ગા સાથે ૧૭૨ રન કર્યા હતા. આની સાથે જ ટ્વેન્ટી ક્રિકેટની સૌથી લાંબી ઇનિગ્સ રમી હતી. ફિન્ચે આજે પોતાનો જ રેકોર્ડ તોડ્યોહતો. ફિન્ચે ઇતિહાસ રચ્યો હતો. તે પહેલા ફિન્ચે ઇંગ્લેન્ડની સામે માત્ર ૬૩ બોલમાં ૧૫૬ રનની ઇનિગ્સ રમી હતી. આ મેચ સાઉથમ્પટન ખાતે રમાઇ હતી. જેમાં ૨૯મી ઓગષ્ટ ૨૦૧૩ના દિવસે તોફાની ઇનિગ્સ રમી હતી. હરારે મેદાન ખાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ઓસ્ટ્રેલિયાએ કર્યો હતો. તે પહેલા ઓસ્ટ્રેલિયાએ પાકિસતાન પણ જીત મેળવી હતી. અગાઉ હરારે ખાતે શરૂ થયેલી ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન ઉપર એક તરફી મેચમાં સરળરીતે જીત મેળવી હતી. ૫૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૧૬ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટેનલેકે ચાર ઓવરમાં ૮ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ મેચમાં તેની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જીતવા માટેના ૧૧૭ રન ઓસ્ટ્રેલિયાએ ૧૦.૫ ઓવરમાં બનાવી લીધા હતા. પાકિસ્તાન સામે પણ ફિન્ચે ૩૩ બોલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી અણનમ ૬૮ રન બનાવ્યા હતા આ ત્રિકોણીય શ્રેણીમાં ત્રીજી ટીમ તરીકે યજમાન ઝિમ્બાબ્વેની ટીમ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



