બાઈકર્સ ગેંગ અછોડો ઝૂંટવી છૂ મંતર
સુરત, તા.૧૫
પલસાણા તાલુકાના બારાસડી ગામે રોડ ફળિયામાં માટીના વાસણો વેચતા યુવકના ગળામાંથી રૂ. ૬૦ હજારનું સોનાનું બે તોલાનું ડોકિયું આંચકી બાઈક સવાર બે અજાણ્યા ફરાર થઇ ગયા હતા.
જિલ્લા પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પલસાણા તાલુકાના બારાસડી ગામે આવેલા રોડ ફળિયામાં રહેતા રાજકુમાર ગરીબલાલ પ્રજાપતિ પોતાના ઘરે માટીના વાસણો વેચે છે. ગઈકાલે સાંજે બાઈક પર ગુજરાતી ભાષા બોલતા ૨૦ થી ૨૫ વર્ષના અજાણ્યા બે યુવકો માટીના વસાણ ખરીદવાના બહાને આવ્યા હતા માટીની ચીલમ ખરીદ કર્ય બાદ કુંભાર યુવક રાજકુમાર પ્રજાપતિના નળામાં રહેલું રહેલું સોનાનું મણકાવાળું બે તોલાનું ડોક્યુંકિ. રૂ. ૬,૦૦૦૦ની લૂંટ કરી હતી તેમજ રાજકુમારને ધક્કો માર મારી તેમજ રાજકુમારને ધક્કો મારી પાડી દીધા ફરાર થઈ ગયા હતા. લૂંટના બનાવ અંગે રાજકુમાર પ્રજાપતિએ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



