મુંબઈમાં એક માછલીની કિંમત ૫.૫ લાખ રૂપિયા…!!

0
17

મુંબઈ,તા.૭
માછીમારો દરિયો ખેડવા નીકળે ત્યારે વધુમાં વધુ માછલી જાળમાં ફસાય તેવી આશ હોય છે, પરંતુ તેમણે સપનામાંય લખપતિ બની જવાનો વિચાર આવતો નથી. પરંતુ મુંબઇનો એક માછીમાર રાતોરાત લખપતિ બની જાય છે એ પણ માછલી વેચીને તો. આવો આ કિસ્સા અંગે વિગતે જણાવીએ. વાત એમ છે કે ગયા શુક્રવારના રોજ એક માછીમાર પાલગરના દરિયાકિનારે માછલીઓ પકડવા જાય છે. અહીં તેમની જાળમાં એવી માછલી ફસાય ગઇ કે તે ૫.૫ વાખ રૂપિયામાં વેચાય ગઇ. કહેવાય છે કે ઘણા લાંબા સમય બાદ અહીંથી કોઇ ઘોલ માછલી મળી છે.
શુક્રવારના રોજ માછીમાર મહેશ મેહર અને તેનો ભાઇ ભરત સમુદ્રમાં પોતાની નાનકડી નાવડી સાથે માછલી પકડવા ગયો હતો. જ્યારે તે મુર્બા કિનારે પહોંચ્યો તો તેની જાળ ભારે થઇ ગઇ. તે સમજી ગયો કે જાળમાં માછળી ફસાય ગઇ છે. તેને જાયું તો આ ઘોલ ફિશ હતી. માછલીનું વજન લગભગ ૩૦ કિલોગ્રામ હતું. આ માહિતી આગની જેમ ફેલાય ગઇ. સોમવારે જ્યારે દરિયા કિનારે પહોંચ્યા તો કિનારા પર વેપારીઓની લાંબી લાઇન લાગી ગઇ હતી. બંને આવતા જ ઘોલ માછલીની હરાજી શરૂ થઇ ગઇ. વીસ મિનિટમાં હરાજી પૂરી થઇ ગઇ અને તેને ૫.૫૦ લાખમાં એક વેપારીએ ખરીદી લીધી.આ માછલી સ્વાદિષ્ટ તો હોય છે. સાથો સાથ માછલીના અંગોનો ઔષધીય ગુણોના લીધે પૂર્વ એશિયામાં તેના ભાવ ખૂબ વધુ છે. એટલે સુદ્ધાં કે ઘોલ (બ્લેકસ્પોટેડ ક્રોકર, વૈજ્ઞાનિક નામ પ્રોટોનિબા ડાયકાંથસ)ને સોનાના દિલવાળી માછલી તરીકે પણ ઓળખાય છે. બજારમાં માછલીના હિસાબથી અલગ-અલગ ભાવ હોય છે. રવિવારના રોજ માછીમાર મહેશે તેને સૌથી ઊંચા ભાવ પર વેચી.’

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY