મુન્ના બજરંગી હત્યાકાંડ : જેલર, ડે. જેલર સહિત ૫ પોલીસકર્મી દોષી

0
18

બાગપત,તા.૭
બાગપત જેલમાં ૯ જુલાઈના રોજ મારી નાખવામાં આવેલા માફિયા ડોન મુન્ના બજરંગીની તપાસમાં જેલર, ડેપ્યુટી જેલર સહિત પાંચ પોલીસ કર્મી દોષી મળી આવ્યા છે. આ સંબંધમાં જેલર અને ડે. જેલર સહિત પાંચ પોલીસકર્મીઓને ચાર્જશીટ આપી ત્રણ અઠવાડીયામાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માફિયા ડોન મુન્ના બજરંગી હત્યાકાંડનો તપાસ રિપોર્ટ કારાગાર મુખ્યાલયને મોકલી દેવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં બાગપત જેલના તત્કાલિન જેલર ઉદય પ્રતાપ સિંહ, ડે. જેલર શિવાજી યાદવ, એસપી સિંહ, હેડ વોર્ડર અરવિંદ સિંહ, વોર્ડર માધવ કુમાર દોષી મળી આવ્યા છે. આ તમામ લોકોને ચાર્જશીટ સોંપી ત્રણ અઠવાડીયામાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, માફિયા મુન્ના બજરંગીની ૯ જુલાઈના રોજ બાગપત જેલમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુન્ના બજરંગીની પૂર્વ બસપા ધારાસભ્ય લોકેશ દિક્ષિત સામે ખંડણી માંગવાના ગુનામાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવવાનો હતો. તેને ઝાંસીથી બાગપત લાવવામાં આવી રહ્યો હતો. ત પહેલા જ તેને જેલમાં ગોળી મારી દેવામાં આવી. ૭ લાખ ઈનામની જાહેરાત કરવામાં આવી હતી તેવા બદમાશ સોપારી કિલર સુનિલ રાઠીને મુન્ના બજરંગીના હત્યાના ગુનામાં આરોપી બનાવવામાં આવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY