મુંબઈ,
તા.૩/૪/૨૦૧૮
કપિલ શર્માની નાના પડદે વાપસી બાદ ચાહકોને સુનીલ ગ્રોવરની નાના પડદે રાહ જાઇ રહ્યાં છે. એક મળતાં અહેવાલ મુજબ સુનીલ ગ્રોવર ક્રિકેટ કોમડીની સાથે કપિલ શર્માને ટક્કર આપશે. ગત દિવસોમાં સુનીલના શમાં બિગ બોસ વિનર શિલ્પા શિંદેની સાથે ક્રિકેટ જગતના દિગ્ગજ કપિલ દેવ અને વિરેન્દ્ર સહેવાગ સાથે જાડાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે.
જ્યારે ફિલ્મી સૂત્રોના જણાવ્યા અનુસાર આ શોમાં કપિલ શર્માના જૂના સાથીદારો અલી અસગર અને સુંગધ મિશ્રા પણ જાડાશે. અત્યાર સુધી દર્શકોને આશા હતી કે કપિલના શોમાં સિદ્ધુ અને ચંદ પણ જાવા મળશે. જા કે હજુ સુધી જુનો વિવાદ કોઇ ભુલ્યું નથી. જેના કારણે જૂના સાથીઓ કપિલ શર્માનો સાથ છોડીને સુનિલ ગ્રોવરના શોમાં જાવા મળશે.
આઇપીએલ દરમિયાન આવનાર સુનીલગ્રોવરના શોનું નામ દન દના દન હોવાનું જાણવા મળી રહ્યું છે. આ શોને જિયો એપ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. શો નો સમય દર શુક્રવાર-શનિવારે રાખવામાં આવ્યો છે. હાલમાં જ સુનિલ ગ્રોવર ચેન્નાઇ સુપરકિંગ ટીમ સાથે શૂટિંગ કરતા જાવા મળ્યો હતો. ટીવીના ડાકટર મશહૂર ગુલાટીનો શો ક્રિકેટના પંચ કોમેડી સાથે જાવા મળશે. આઇપીએલ મેચ દરમિયાન મેચની ઇનિંગ પર ચર્ચા કરાશે. તેની સાથે કોમેડીનો તડકો પણ લાગશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"