નવીદિલ્હી, તા. ૧૧
વિકાસના દમ ઉપર ભારતીય અર્થવ્યવસ્થાએ મોટી સફળતા હાંસલ કરી છે. ફ્રાંસને પાછળ છોડીને ભારત હવે દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. વિશ્વ બેંકના ૨૦૧૭ના અપડેટ કરવામાં આવેલા ડેટામાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે, ભારતનો જીડીપી ગયા વર્ષના અંતમાં ૨.૫૯૭ ટ્રિલિયન ડોલર હતો જે ફ્રાંસના ૨.૫૮૨ ટ્રિલિયન ડોલર કરતા વધારે છે. છેલ્લા કેટલાક ત્રિમાસિકગાળામાં મંદી રહ્યા બાદ ભારતની અર્થવ્યવસ્થા જુલાઈ ૨૦૧૭થી ફરી મજબૂત થવા લાગી હતી. ભારતની વસતી હાલના સમયે એક અબજ ૩૪ કરોડની આસપાસ છે. ફ્રાંસની વસતી ૬ કરોડ સાત લાખ છે. અલબત્ત આંકડાઓ મુજબ પ્રતિવ્યÂક્ત આવકના મામલામાં ભારત ફ્રાંસથી ખુબ પાછળ છે. નોટબંધી અને જીએસટીના કારણે બ્રેકની Âસ્થતિ રહ્યા બાદ ગયા વર્ષે મેન્યુફેક્ચરિંગ અને કન્ઝ્યુમર ખર્ચમાં વધારો નોંધાયો હતો. તેના પરિણામ સ્વરુપે અર્થવ્યવસ્થામાં તેજી આવી હતી.
સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




