ન્યુ દિલ્હી,તા.૧૧
સુપ્રીમ કોર્ટે ખાનગી હોસ્પિટલોના મનસ્વી વલણ પર કડક વલણ અખત્યાર કરતાં ખોટા રિપોર્ટ અને બિનજરુરી તપાસને અપરાધીક કૃત્ય ગણાવ્યું છે. કોર્ટે કહ્યુ કે તેમણે વિચારવું જાઈએ કે તેઓ શું કરી રહ્યા છે. શું આ અપરાધીક કૃત્ય નથી પરંતુ તેના ઉપર કાર્યવાહી નથી કરવામાં આવતી એટલે હંમેશા તેઓ જવાબદારીમાંથી છટકી જાય છે. જા કે હવે સમય આવી ગયો છે કે આવા કૃત્યની જવાબદારી નક્કી થાય અને દોષિતોને કડક સજા મળે.
જસ્ટિસ અણ મિશ્રા અને જસ્ટિસ યુ.યુ.લલિતની પીઠે એક નિર્ણયમાં કહ્યુ કે આજકાલ હોસ્પિટલોમાં ફાઈવ સ્ટાર સુવિધાઓ આપવામાં આવી રહી છે. સારવાર સંપૂર્ણ અવધારણાનો ફાયદો મેળવવા પર કેન્દ્રીત થઈ ગઈ છે. આ સુવિધાઓ વહન કરવી મુશ્કેલ બની ચૂકી છે. અનેક વખત ખર્ચ વધુ થાય છે અને જે સુવિધાઓ આપવામાં આવી છે તેનાથી અનેકગણા પૈસા વસૂલવામાં આવે છે. અદાલતે ખાનગી હોએસપીસ્પિટલોને જમીનના બદલામાં ગરીબોને મફત સારવારના મામલામાં આપેલા ૧૨૪ પાનાના વિસ્તૃત નિર્ણયમાં એવું પણ કહ્યુ છે કે દિલ્હી, ગુડગાંવ અને આસપાસની તમામ મોટી હોસ્પિટલો માટે આ આત્મવિવેચનાનો સમય છે જે ખોટો રિપોર્ટ તૈયાર કરાવવા અને બિનજરુરી મેડિકલ તપાસ કરવાથી પીછેહઠ કરતાં નથી. ત્યાં સુધી કે હૃદની આંતરિક અને બાહ્ય તપાસ કરાવવા દરમિયાન પણ આ જ વલણ અખત્યાર કરવામાં આવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



