ક્રુડ ઓઇલની કિંમત બજેટ બગાડશે.

0
114

ક્રુડ ઓઇલની કિંમત રેકોર્ડ ગતિથી વધી રહી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન થોડાક સમય સુધી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. જા કે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ફરી એકવાર વધારો થવાની શરૂઆત થઇ હતી. ક્રુડ ઓઇલની કિંમત વધીને ૭૫ ડોલરથી પણ વધારે થઇ ગઇ છે. સાથે સાથે ભારતના ક્રુડ ઓઇલની આયાત પર થનાર ખર્ચમાં પણ વધારો થઇ રહ્યો છે. ભારત તેના ક્રુડ ઓઇલની જરૂરિયાત પૈકી ૮૦ ટકા જરૂરિયાત આયાત મારફતે પૂર્ણ કરે છે.

હાલમાં જ એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૮માં દેશમાં ફ્યુઅલની માંગમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. માંગ વર્ષ ૨૦૧૭ની તુલનામાં બે ગણી ઝડપથી વધી રહી છે. જેના પરિણામ સ્વરૂપે માંગ વધીને ૧૯૦૦૦૦ બેરલ સુધી પહોંચી શકે છે. આનો સીધો અર્થ એ છે કે દેશને ક્રુડ ઓઇલની ખરીદી કરવા માટે વધારે ડોલર ખર્ચ કરવા પડી શકે છે. આવી સ્થતીમાં ડોલરની માંગમાં વધારો થઇ શકે છે. જા ડોલરની માંગ વધશે તો રૂપિયો વધારે નબળો પડી શકે છે. તાજેતરમાં જ ડોલરની સામે રૂપિયામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.રૂપિયો ઘટીને ૭૦ની નીચી સપાટી પર પહોંચી ગયો છે. ક્રુડ ઓઇલની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. આયાતનુ પ્રમાણ વધી રહ્યુ છે. અમેરિકાએ ઇરાન સાથે પરમાણુ સમજુતીથી અલગ થઇજવાનો નિર્ણય કર્યો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે અનિશ્ચિતાની સ્થતી ઉભી થઇ ગઇ છે. આ ઉપરાંત અન્ય ઘટક જેમ કે ઓપેક અને રશિયાતી થનાર ક્રુડ ઓઇલના પુરવઠાને માઠી અસર થઇ રહી છે. વેનેજ્યુઅલામાં ઉત્પાદનમાં ઘટાડો થઇ રહ્યો છે. અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદીલીની અસર પણ દેખાઇ રહી છે. વિપક્ષ અને સમાજના જુદા જુદા વર્ગ તરફથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવા માટે સંભવિત તમામ પગલા લેવાની માંગ થતી રહી છે. સામાન્ય લોકોમાં નારાજગી પણ દેખાઇ રહી છે. આવી સ્થતીમાં સરકારની મુશ્કેલી વધી રહી છે. રેકોર્ડ ગતિએ વધી રહેલા ભાવને કાબુમાં લેવા માટે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની માંગ ઉઠી રહી છે. સરકારને આ મામલે વ્યવહારિક પગલા લેવા પડશે.

રાજકોષિય સંતુલનને જાળવી રાખવા માટે તમામને એક સમાન માન મળે તે જરૂરી છે. લોકસભાની ચૂંટણી આડે પણ વધારે સમય રહ્યો નથી એવી સ્થતીમાં લોકોની નારાજગીની અવગણના હવે મોદી સરકારને નુકસાન કરી શકે છે. તમામ લોકો જાણે છે કે ભારત, ચીન, જાપાન,દક્ષિણકોરિયા વિશ્વમાં સૌથી વધારે તેલનો ઉપયોગ કરનાર દેશો પૈકી દેશ છે. ક્રુડ ઓઈલ માટે આંતરરાષ્ટ્રીય માર્કેટ પર ભારતને આધારિત રહેવાની ફરજ પડે છે. વર્ષ ૨૦૧૪ બાદથી સૌથી ઉંચી સપાટી ક્રુડ ઓઈલની થઈ ગઈ છે. ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્ષપોર્ટીંગ કન્ટ્રી દ્વારા પેટ્રોલિયમ પેદાશોમાં કાપ મુકવામાં આવ્યા બાદ સ્થતિ વણસી રહી છે. ધર્મેન્દ્ર પ્રધાને સંબોધનમાં કહ્યું હતું કે જુદા જુદા વિકલ્પો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ટુંક સમયમાં જ પેટ્રોલિયમ પેદાશો પર અંકુશ માટે કોઈ નવી રણનીતિ તૈયાર કરવામાં આવશે. વધતી જતી કિંમતોને કાબુમાં લેવા માટે નિષ્ફળતા બદલ સરકારની ચારેબાજુ વ્યાપક ટીકા કરવામાં આવી રહી છે. રાજકીય રીતે સંવેદનશીલ ગણાતા આ મુદ્દા પર વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર પૈકીના એક એવા ભારતમાં પણ આ મુદ્દે ચિંતાજનક રીતે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. ક્રુડ ઓઈલ માટે મજબૂત વૈશ્વિક કિંમતોના જાખમના લીધે ભારતની સ્થતિ આ કોમોડિટીને લઈને ચિંતાજનક છે. ભારત તેની તેલ જરૂરીયાતો પૈકીની ૮૦ ટકા જરૂરીયાતો આયાત મારફતે પૂર્ણ કરે છે. આવી સ્થતિમાં ક્રુડના મહત્વને લઈને ચર્ચા ખૂબ જરૂરી બની ગઈ છે. સોમવારના દિવસે ઈન્ડસ્ટ્રી લોબી ગ્રુપ એફઆઈસીસીઆઈ દ્વારા તેલની આયાત ઉપર એક્સાઈઝ ડ્યુટીમાં તરત કાપ મુકવા માટેની માંગ કરી હતી. આ વર્ષે ઓઈલને લઈને ખર્ચનો આંકડો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી રહ્યો છે. આ આંકડો એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જવાની શક્યતા છે. જે ૨૦૧૫ અને ૨૦૧૬ની સરખામણીમાં બે ગણો વધારે છે. તેલ કિંમતો ૮૦ ડોલરની સપાટી ઉપર પહોંચી ગઈ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY