આજ રોજ ભરૂચના ચાવજ ગામના કોમ્યુનિટી હોલ ખાતે સામાજિક વનીકરણ રેંજ ભરૂચ તથા ગેલ ઈન્ડિયા લિમિટેડ (જીપીયુ) ગંધાર દ્રારા ૬૯ મો વન મહોત્સવ અને ગ્રામ પંચાયતોને કચરા માટેના ૧૨૦ ડસ્ટબિન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

ગ્રીન ગુજરાત ગ્રીન ભારત વૃક્ષ વાવો હરિયાલી લાવો સૂત્ર અંતર્ગત ગુજરાત સરકાર દ્રારા આખાય ગુજરાતમાં જિલ્લા કક્ષાના તથા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે આજ રોજ ભરૂચ તાલુકા ચાવજ ગામ ખાતે સામાજિક વનીકરણ રેંજ ભરૂચ તથા ગેલ ઈન્ડિયા લિમિટેડ દ્રારા તાલુકા કક્ષાનો ૬૯મો વન મહોત્સવ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ગ્રામવન વાવેતર અને પટ્ટી વાવેતરના લાભાર્થીઓને ચેકો તથા વૃક્ષના રોપાઓનું વિતરણ
વન ખાતા ધ્વારા કરવામાં આવ્યું હતું.જયારે ગેલ ઈન્ડિયા લિમિટેડ સ્વચ્છ ગામ સ્વસ્થ ગ્રામજનોના ઉદ્દેશ સાથે ચાવજ ગ્રામ પંચાયત સહિત આજુ બાજુની ગ્રામ પંચાયતોને કચરો નાખવા માટે ૧૨૦ ડસ્ટબિનનું પણ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે,વન વિસ્તરણ અંગે આ કાર્યક્રમ તો પ્રતિક – નમૂનો છે, તે પ્રમાણે બધાએ વર્તવાનું છે. તેમણે એક બાળક એક વૃક્ષ અપનાવવાની હિમાયત કરતાં વૃક્ષનો નાશ અટકાવવાનો નિયમ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ ર્ક્યો હતો.

આ પ્રસંગે ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ,ગેલ ઈન્ડિયા લિમિટેડ ના ચીફ જનરલ મેનેજર યોગી ભગત, પ્રાંત અધિકારી જી.વી. દેસાઈ, મદદનીશ વન સંરક્ષક અધિકારી ભાવના દેસાઈ,
આર. એફ.ઓ,ભરૂચ,એ.આઈ.
પટેલ તાલુકા પંચાયત પ્રમુખ નરેન્દ્ર પટેલ,તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર ભરૂચ, ચાવજ ગામના સરપંચ અપેક્ષા પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને ગેલ લિમિટેડ તથા વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





