સેમીફાઇનલમાં મોદી બ્રાન્ડનો કારમો પરાજય, ત્રણ રાજ્યો પર કોંગ્રેસનો કબ્જો

0
6

ભારત કોંગ્રેસમુક્તને બદલે ભાજપમુક્તનું વાતાવરણ સર્જાયું, તેલંગાણામાં કે.સી રાવનો જાદુ યથાવત, મિઝોરમ કોંગ્રેસે ગુમાવ્યુ
ગાંધીનગર, તા.૧૧
લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા સત્તાના સેમી ફાઇનલમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને મોદી બ્રાન્ડનો ૦-૫થી કારમો પરાજય થયો છે. ભાજપે પોતાના ૩ મજબૂત રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ ગુમાવ્યાં છે. દક્ષિણના રાજ્યોમાં પ્રવેશવાના પ્રયાસને સફળતા મળી નથી. તેલંગાણામાં મોદી નહીં પણ ટીઆરએસ અને તેના મુખ્યમંત્રી કે. ચંદ્રશેકર રાવનો જાદુ ચાલ્યો છે. મિઝોરામમાં ભાજપે નહીં પણ એમએનએફ પ્રાદેશિક પક્ષે કોંગ્રેસને પરાજય આપ્યો છે. કોંગ્રેસમુક્ત ભારતને બદલે તેનાથી ઉલટુ પાંચ રાજ્યો ભાજપમુક્ત થયા છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં મોદીનો કોઇ જાદુ ચાલ્યો નથી. ભાજપ શાસિત ૩ રાજ્યો ગુમાવતા લોકસભાની ચૂંટણીમાં આ રાજ્યોમાં ભાજપ અને મોદીનો વિજય રથ અટકી પડ્યો છે. રાજ્યસભાની બેઠકોના સમીકરણો પણ બદલાશે. ભાજપના યોગી આદિત્યનાથ જેવા સ્ટાર પ્રચારકો પણ પાર્ટીને ફરી જીતાડી શક્્યા નથી. નોટબંધી,જીએસટી,ખેડૂતોના પ્રશ્નો અને મોંઘવારીના કારણે ત્રસ્ત લોકોએ પરિવર્તનનો સંદેશો આપ્યો છે.
મધ્યપ્રદેશના અપડેટ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને ૯૫૧૬૭૫૦ વાટ મળ્યા છે, જે કુલ મતનાં ૪૧.૪ ટકા છે. બીજી તરફ કાંગ્રેસ પાર્ટીને ૯૪૯૬૦૧૫ વાટ મળ્યા છે, જે ૪૧.૩% છે. આ રીતે રાજ્યમાં બીજેપીને ૦.૧ ટકા વધારે વાટ મળ્યા છે. જા કે સીટનાં આંકડા જાઇએ તો તસવીર બદલાતી જાવા મળી રહી છે. બીજેપી ૧૦૩ સીટ પર આગળ છે, જ્યારે કાંગ્રેસ ૧૧૮ સીટ પર આગળ છે. એનો મતલબ છે કે બીજેપીથી ઓછા મત મળવા છતા કાંગ્રેસ માટે સત્તાનાં રસ્તાઓ ખુલ્લા છે. નોંધનીય છે કે ઘણી સીટો પર જીત-હારનું માર્જિન ઘણું ઓછું છે. આ આંકડાનાં આધાર પર એમ કહી શકાય છે કે રાજ્યમાં વાટની વહેંચણીનો ફાયદો કાંગ્રેસને રહ્યો છે.
મધ્યપ્રદેશમાં સમાજવાદી પાર્ટી તરફથી સીનિયર નેતા ગોપાલ યાદવે જણાવ્યું છે કે, તેઓ જરૂર પડશે તો કોંગ્રેસને સમર્થન આપવા તૈયાર છે. મધ્યપ્રદેશમાં બહુમતી માટે ૧૧૬ સીટની જરૂર છે. તેલંગાણામાં પણ ટીઆરએસ સત્તામાં પરત ફર્યું છે. મિઝોરમમાં એમએનએફ સત્તામાં પરત આવ્યું છે.
છત્તીસગઢમાં ૧૫ વર્ષ પછી કોંગ્રેસ સત્તામાં પરત ફરી છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પરિણામમાં કોંગ્રેસને ૨/૩ બહુમત મળતી જાવા મળી છે. આ સંજાગોમાં હવે રાજ્યમાં કોઈ મુખ્યમંત્રી બનશે તે વિશેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. અહીં મુખ્યમંત્રી પદથી ઘણાં દાવેદાર છે. જાકે પાર્ટીએ હજી કોઈને સીએમ તરીકે પ્રોજેક્ટ નથી કર્યા. આ સંજાગોમાં ટીએશ સિંહદેવ, ડા. ચરણદાસ મહંત, ભૂપેશ બઘેલ અને તામ્રધ્વજ સાહુ સીએમ ઉમેદવારની રેસમાં છે.
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના વલણમાં કોંગ્રેસની જીત દર્શાવવામાં આવી છે. કોંગ્રેસે રાજસ્થાનમાં બહુમતીનો આંકડો મેળવી લીધો છે. બીજેપી રાજસ્થાનમાં ઈતિહાસ બદલી શકી નથી અને સચિન પાયલટ અને અશોક ગેહલોતની જાડીએ વસુંધરા રાજેની સરકારને પછાડી દીધી છે. જાકે રાજસ્થાનમાં કોંગ્રેસે જીત મેળવી લીધા પછી હવે તેમની સામે એક નવી મુશ્કેલી આવવાની છે અને તે એ છે કે, હવે રાજસ્થાનમાં સીએમ કોણ બનશે? આ સવાલ વિશે કોઈ પણ ખુલીને વાત કરવા તૈયાર નથી. જાકે એક વાત નક્કી છે કે, રાજસ્થાનમાં સચિન પાયલટ અને અશોક ગેહલોત મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદાર છે પરંતુ તે બંનેમાંથી પણ કોઈ એકની પસંદગી કરવી મુશ્કેલ છે.
રાજસ્થાનમાં કુલ ૧૯૯ સીટ ઉપર ચૂંટણી થઈને અને તેમાં બહુમત માટે ૧૦૦ સીટ જરૂરી છે. કોંગ્રેસે આ આંકડો મેળવી લીધો છે. કોંગ્રેસે જબરજસ્ત ચૂંટણી રણનીતિથી બીજેપી સરકારને પછાડીને સત્તા મેળવી લીધી છે. પરંતુ હવે તેમની સામે સૌથી મોટો સવાલ એ છે કે, તેઓ તેમના મુખ્યમંત્રી કોને બનાવશે.
મિઝોરમ વિધાનસભા ચુંટણીની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. MNF બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. ૧૦ વર્ષ પછી MNF ફરી સત્તા પર કર્યો છે. ૨૬ સીટો પર સ્દ્ગહ્લએ જાદુઈ આંકડો પાર કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY