વિવિધ સમાજના ઇતિહાસ અને લોકસંસ્કૃતિના રખોપામાં બારોટ સમાજની મહત્વપૂર્ણ ભૂમિકા

0
42

અખિલ કચ્છ વહીવંચા બારોટ સમાજના સ્નેહમિલનને રાજયમંત્રીનું સંબોધન

ભુજ : વહીવંચા બારોટ સમાજે ઇતિહાસ અને લોક સંસ્કૃતિના રખોપામાં વિદ્વાન બારોટોએ પોતાની  જીંદગી ઘસી નાખી તેવી પોથીઓના અમુલ્ય ઐતિહાસિક દસ્તાવેજોને આવનારી પેઢીના જ્ઞાનના વારસા તરીકે સાચવી રાખી શકાય તે માટે સરકાર ચોકકસપણે વિચારશે, તેમ ચંદવંશી બારોટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત અખિલ કચ્છ વહીવંચા બારોટ સમાજના સ્નેહમિલન અને સરસ્વતિ સન્માન કાર્યક્રમને સંબોધતા રાજયમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું.

ગત રવિવારે અંજાર મધ્યે ટાઉનહોલ ખાતે ચંદવંશીબ વહીવંચા બારોટ સમાજ આયોજિત સ્નેહમિલન સમારોહને સંબોધતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વહીવંચા બારોટ સમાજ લિખિત પોથીઓનું ગુજરાતીકરણ અને કોમ્પ્યુટરાઇઝડ કરી સદીઓ સુધી સાચવી રાખવાની લાગણી અને માગણી નજરે આવનારા દિવસોમાં ગુજરાત સરકાર ચોકકસપણે વિચારણા કરાશે તેવી હૈયાધારણ આપી હતી.

અંજારસચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, વહીવંચા બારોટ સમાજ ઇતિહાસને  સાચવી રાખીવાની સાથે પેઢી દર પેઢી આ વિશિષ્ઠ જ્ઞાનના ભંડાર અને કાર્યપધ્ધતિને આવનારી પેઢી પણ ચોકકસપણે સાચવશે તેમ જણાવી તેમણે બારોટ સમાજ આગળ વધે તેવી અભ્યર્થના વ્યકત કરી હતી.

આ પ્રસંગે ભગવતી આશ્રમ રાજકોટના શાંતિ બાપુ, કીર્તિદાસજી મહારાજ, નારાયણ સરોવરના વિશાલ મહારાજ, અંજાર તાલુકા ભાજપ અધ્યક્ષ શંભુભાઈ આહિર, ચંદવંશી બારોટ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન અરવિંદ જીવાભાઈ બારોટ, વંશાવલી સંવર્ધન સંસ્થાના  શંભુભાઈ બારોટ, સમાજ કલ્યાણ અધિકારી જયેશ બારોટ, કિશન બારોટ સહિત કચ્છના ખૂણે-ખૂણેથી આવેલા બારોટ સમાજના મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY