ગાંધી આશ્રમની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓનાં નદીમાં ડૂબી જવાથી મોત

0
23

પાટણ,તા.૩
ચાણસ્માના ઝીલીયા ગાંધી આશ્રમમાં રહેતા ત્રણ વિદ્યાર્થીઓનાં મૃતદેહ મળી આવ્યા છે. ત્રણેય વિદ્યાર્થીઓનાં મોત પાણીમાં ડૂબી જવાને કારણે થયા છે. મળતી માહિતી પ્રમાણે ત્રણેય વિદ્યાર્થીઓ આશ્રમ પાસેથી પસાર થતી નદીમાં ન્હાવા માટે પડ્યા હતા. આ દરમિયાન પાણીમાં ગરક થઈ જવાને કારણે ત્રણેયનાં મોત થયા છે.
હોસ્ટેલમાં પરત ન ફરતા શોધખોળ શરૂ કરવામાં આવીઃ મળતી માહિતી પ્રમાણે ગાંધી આશ્રમની હોસ્ટેલમાં રહેતા ત્રણેય વિદ્યાર્થીઓ સાંજે પરત ન ફરતા તેમની શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન કોઈએ વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા પડ્યા હોવાની વાત કરી હતી. આથી તંત્રને જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને તરવૈયાઓની મદદથી વિદ્યાર્થીઓની શોધખોળ કરવામાં આવી હતી.
ધોરણ-૯માં અભ્યાસ કરતા હતા વિદ્યાર્થીઓઃ નદીમાં ડૂબીને મોતને ભેટેલા ત્રણેય વિદ્યાર્થીઓ ધોરણ-૯માં અભ્યાસ કરતા હતા. મૃતકોમાં ચાણસ્માના મીઠીધારયાલ ગામના મૌલિક રાવળ, ચંદ્રોડા ગામના સાહિલ પરમાર અને હારીજ તાલુકાના સાકરા ગામના શેલૈષ પરમારનો સમાવેશ થાય છે.
વિદ્યાર્થીઓ ગુમ થયાની જાણ થતાં જ મામલતદાર પણ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. જાકે, રાત્રે અંધારું હોવાને કારણે તરવૈયાઓને મુશ્કેલી નડી રહી હતી. જાકે, તરવૈયાઓ હિંમત હાર્યા ન હતા અને રાત્રે જ ત્રણેયના મૃતદેર શોધી કાઢ્યા હતા. આ મામલે ચાણસ્મા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY