રાજકોટ,તા.૩
રાજકોટમાં ૧૪ વર્ષની સગીરા પર બબ્બે વખત ગેંગરેપ થયો હોવાની ફરિયાદ ભકિતનગર પોલીસમાં નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જા કે પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે અને હજુ એક આરોપી ફરાર છે. શહેરના ભકિતનગર વિસ્તારમાં ૧૪ વર્ષની સગીરા પર સુરેશ ઉર્ફે સુરો મોહન પરમાર અને સમીર અનવર ખલીફા નામના બે શખ્ખોએ બબ્બે વખત દુષ્કર્મ કર્યું હોવાનુ પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું. આજે બુધવારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો બહુમાળી ભવન ખાતે એકત્ર થયા હતા અને આરોપીઓને ફાંસી આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
પીડિતાએ ફરિયાદમા લખાવ્યું હતું કે મને સુરા સાથે ફ્રેન્ડશીપ કરવી છે તેવુ કહ્યું હતું અને મે હા પણ પાડી હતી. જા કે મને કારખાને બોલાવી હતી અને હું ગઇ હતી ત્યારે આ બે વ્યકિત સિવાય અફઝલ નામનો વ્યકિત પણ હતો. પીડિતા કારખાનામાં ગઇ પછી મદદગાર અફઝલે બહારથી તાળુ મારી દીધું હતું અને સુરો અને સમીર પીડિતા પર દુષ્કર્મ કર્યું હતું અને કોઇને કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી. આ વાત બે મહિના પહેલા બની હતી. ડરના લીધે પીડિતાએ કોઇને કહ્યું નહીં પરંતુ થોડા દિવસ પછી વળી બન્નેએ ધમકાવી પીડિતાને કારખાને બોલાવી માર મારી રૂમમાં પૂરી દઇ ફરી વખત દુષ્કર્મ આચર્યું હતું. જા કે પીડિતાએ હવે હિંમત કરી પરિવારને વાત કરી હતી અને વાત પોલીસ મથક સુધી પહોંચી હતી.
પોલીસે હાલ બે આરોપી પર ગેંગરેપનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે, વધુ એક મદદગાર આરોપીને ઝડપી લેવાની કાર્યવાહી ચાલુ છે. ગણતરીના કલાકોમાં તે પણ ઝડપાઇ જશે તેવું પોલીસ કહી રહી છે. હાલ પીડિતાનું મેડિકલ ચેક અપ અને સ્થળ તપાસ સહિતની તપાસ ચાલુ હોવાનું પોલીસ જણાવી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




