ગાંધીધામ સનરાઈઝ ગ્લોબલ ઈગ્લિશં મિડિયમ સ્કુલમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં નાના વિદ્યાર્થીઓ બાલક અને બાલિકાઓએ શ્રેષ્ઠ કાનો અને શ્રેષ્ઠ રાધાની સ્પર્ધામાં ભાગ લીધો. મુગટધર, પિચ્છધર, મુરલીધર, નંદ ગોપાલની વેશભૂષામાં ભુલકાઓએ મટકીફોડનો ઉત્સવ ઉજવ્યો હતો.
શહેરની સનરાઈઝ ગ્લૌબલવિદ્યાલયમાં નટખટ નંદલાલના જન્મના વધામણા કરી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જન્મોત્સવના કાર્યક્રમમાં જયારે ઠુમક- ઠુમક ચાલતી રાધા, ગોરી ગોરી રાધા ગોરી, મહી વેચવા હાલી ગોરીની ચાલ સાથે મૈયા યશોદા તેરા કનૌયા, મથુરાની જેલમાં કાનો જનમ્યો ગીત સાથે કૃષ્ણ જન્મોત્સવ, મેઘલી રાત, યમુના ના નીર, નંદ ઘેર આનંદ ભયો સાથે લાલાને પારણા ઝુલાવવા તમામ વિદ્યાર્થીઓ આતુર થયા હતા. ગોવાળીયાઓના સુંદર રાસના અંતે ત્રણ માળવાળા પિરામીડ બનાવીને મટુકી ફોડનો ઉત્સવ ઉજવ્યો હતો. મટકીફોડના અંતે સમુહ રાસ ગરબા સાથે નંદ મહોત્સવની પુર્ણાહુતિ કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના આચાર્ય અજુંમેમ તથા સ્ટાફ નાશિક્ષકો તથા સંચાલક મનોજસર એ ભારે જહેમત ઉઠાવી હતી, અને નંદબાબા, યશોદા અને વસુદેવના આબેહુબ રોલ નિભાવી સૌને આશ્ચર્યચકિત કરી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા.
એમ, જી, દવે
ગાંધીધામ
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




