ગાંધીનગર,તા.૨૩
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસમાં સલામત મુસાફરી કરવા માટે લોકો ઈન્ટરનેટ દ્વારા વેબસાઈટ પર ઓન-લાઈન ટિકિટ બુક કરાવે છે, તેમાં બસ ડ્રાઈવરો અને કંડક્ટરો દ્વારા બે દિવસની હડતાલ પડતા ઓન-લાઈન બુકિંગ કરાવનારા મુસાફરોના પૈસા અસલામત થયા છે. એકવાંસ – આગોતરી પાકી ટિકિટ લીધી હોય એવા રોજના ૫૨ હજાર જેટલા મુસાફરો હોય છે. જેમની સરેરાશ એક મુસાફર દીઠ રૂ.૨૦૦ની ટિકિટ થાય છે. બે દિવસનું બુકિંગ રદ્દ થતા તમામની ટિકિટના ૨૫ ટકા ચાર્જ વસૂલવામાં આવ્યો છે, જેમની ટિકિટ રૂ.૪૨૦ હતી, તેમની પાસેથી કેન્સલેશન ચાર્જ પેટે રૂ.૧૧૨ કાપી લેવામાં આવ્યા છે.
આમ હડતાલથી બે દિવસમાં આવા એક લાખથી વધુ મુસાફરોએ પોતાની કન્ફર્મ ટિકિટ એસટીએ પોતે રદ્દ કરી છે. મુસાફરે તે રદ્દ નથી કરી અથવા રદ્દ કરવાની ફરજ એસટીના કારણે પડી છે. તેમ છતા એસટીએ આવી ૨૫ ટકા રકમ મુસાફરો પાસેથી કાપી લીધી છે. જે કાપી શકે નહીં.
એસટી નિગમના ઇતિહાસમાં ૧૦ નવેમ્બર ૨૦૧૮માં એક દિવસની કુલ ૬૫,૬૦૦ ટિકિટો બુક થઈ હતી, જેમાં રૂ.૧.૩૧ કરોડના પૈસા આવ્યા હતા. જે તહેવાનોની હતી પણ સામાન્ય દિવસોમાં રોજની ૫૨ હજારથી વધુ ઓન લાઈન બુકિંગ થાય છે. દિવાળીના ૨૦૧૭ના તહેવારોમાં ૮.૨૩ મુસાફરોએ ટિકિટ બુક કરાવી હતી. અત્યારે લગ્ન સિઝન હોવાથી રોજની ૫૨ હજાર ટિકિટ ઓન લાઈન બુક થાય છે.
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા પોતાની બસો ન દોડી હોવાથી આરક્ષણ રદ્દ કર્યું છે. તેથી મુસફરોને ટિકિટના નાણાં તો પૂરેપુરા પરત આપવા પડે પણ સાથે તેઓ મુસાફરી કરી શક્્યા નથી તેનું નુકસાન થયું છે તેનું રોકડમાં વળતર આપવું પડે. એવું ગ્રાહક સુરક્ષાનો કાયદો કહે છે. તેથી એવી માંગણી થઈ છે કે કેન્સલેશન ચાર્જ તો પરત આપો જ પણ મુસાફરી કરી શક્્યા નથી તેનું આર્થિક વળતર પણ એસટી બસના અધ્યક્ષ આપે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




