રાજીવ સાતવના આક્ષેપ પર સીએમ રૂપાણીનો વળતો જવાબ
ગાંધીનગર,તા.૯
લોકસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે. ત્યારે દેશના બંને દિગ્ગજ પક્ષો એડીચોટીનું જાર લગાવી રહ્યા છે, એક-બીજા પર પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ ગુજરાત પ્રભારી રાજીવ સાતવ ગુજરાત પ્રવાસે છે. તેમણે ભાજપા પર પ્રહાર કર્યા તો સીએમ વિજય રૂપાણીએ વળતો જવાબ પણ આપી દીધો.
ભાજપનો સંકલ્પ પત્ર જાહેર થયા બાદ ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. એકબીજા પર વાર પ્રહાર કરી રહ્યાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ભાજપને આડેહાથ લેતા કહ્યું કે, ભાજપ રામ મંદિરના નામે ગંદી રાજનીતિ કરવા માગે છે.
તો બીજી તરફ કોંગ્રેસના આક્ષેપ પર મુખ્યમંત્રી રૂપાણીએ વળતો પ્રહાર કર્યો, સીએમ રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ માત્ર એક જ પરિવારની વાત કરે જ્યારે ભાજપ જનતાના દિલની વાત કરે છે.
કોંગ્રેસ ગુજરાત પ્રભારી રાજીવ સાતવ ગુજરાત પ્રવાસે છે. જે કોંગ્રેસનો પ્રચાર કરશે. વહેલી સવારે રાજીવ સાતવ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. રાજીવ સાતવ એ જણાવ્યું હતું કે, ૧૫મીથી રાહુલ ગાંધી સૌરાષ્ટ પ્રવાસે આવશે અને પ્રચાર કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




