ભુજમાં ગેરકાયદેશર કોલસા ભરેલી ટ્રક ઝડપી પાડતી પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી પોલીસ

0
13

પશ્ચિમ કચ્છ એસઓજીનાં પોલીસ ઇન્સપેક્ટર વી.કે.ખાંટ ની રાહબરી હેઠળ એસ.ઓ.જી સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પી.આઈ.વી.કે.ખાંટ ને બાતમી મળેલ કે અમુક વાહનો મહિલા આશ્રમ ગુરૂદ્વારા ચાર રસ્તા પાસેથી ગેરકાયદેસર બાવળના કોલસા ભરી નીકળે છે તેવી બાતમી આધારે બે પંચોંનાં માણસોને બોલાવી બાતમી વાળી જગ્યાએ આવતાં ત્યાં એક ટ્રક આવતા તેને રોકી તે ટ્રક ચાલકનું નામ ઠામ પૂછતાં પોતે પોતાનું નામ નાલેમીઠા આમદ સુમરા, ઉવ.૪૦.રહે.રતીયા. તાલુકો ભુજ વાળો હોવાનું જણાવેલ અને મજકુરને ઇસમને ટ્રકમા શું ભરેલ છે તે બાબતે પૂછતાં બાવળનાં લાક્ડાનાં કોલસાની બોરીઓ ભરેલાનુ જણાવેલ જે અંગે પાસ પરમીટ માંગતાં તેની પાસે કોઇ પાસ પરપીટ નહીં હોવાનું જણાવેલ જેમાં કોલસાની બોરી નંગ.૨૦૦ અને તે એક બોરીનું વજન આશરે ૪૦ કિલો જેનુ કુલ વજન આશરે ૮૦૦૦ કીલો જેમાં એક્ બોરીનીં કિંમત રૂ.૨૦૦/-ગણી જે ૨૦૦ બોરીની કુલ ફીફા. ૪૦,૦૦૦/- તથા ટ્રક નં.જી.જે.૧૨ ટી ૮૨૬૩ ની કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/- ગણી એમ કુલ મુદ્દામાલની કિંમત રૂ. ૩,૪૦,૦૦૦/- સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ તેમજ મજકુર ઇસમને સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરવામાં આવેલ. જેની આગળની તપાસ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ચલાવી રહેલ છે આ કામગીરીમાં એસ.ઓ.જી નાં હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ યાદવ તથા હેડ કોન્સ્ટેબલ દિવ્યાંગભાઇ બારોટ જોડાયેલ હતા

રીપોર્ટ : બિમલ માંકડ 78746 35002 ધર્મેશ જોગી 98791 87070

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY