ગાંધીનગર,તા.૨૫
શનિવારે દિલ્હી ખાતે મળનાર સંસદીય બોર્ડની મીટિંગમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા હતા. દિલ્હી પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પક્ષના જંગી વિજય થયા પછી ભારતીય જનતા પક્ષની સંસદીય બોર્ડની મીટિંગ ભારતીય જનતા પક્ષના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ તરફથી બોલાવવામાં આવી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નવા ચૂંટાયેલા સર્વ સંસદ સભ્યો આ મીટિંગમાં ઉપસ્થિતિ રહેશે અને પક્ષના નેતા પસંદ કરવાની પ્રક્રિયા આજે કરવામાં આવશે અને આ સંસદીય પક્ષની મીટિંગમાં ભારતીય જનતા પક્ષના બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે, એટલે હું અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાત તરફથી આ મીટિંગમાં ઉપસ્થિત રહેવા અહીંયા દિલ્હીમાં આવ્યા છીએ.
રાહુલ ગાંધીના રાજીનામાની અટકળો બાબતે તેમને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી રાજીનામું આપે કે, ના આપે તેનો કોઈ ફરક પડતો નથી અમે તો પહેલાથી જ કહીએ છીએ કે, આ હવે પરિવારનો પક્ષ બની ચૂક્યો છે અને આટલી કારમી હાર પછી આવી જા ઔપચારિકતા જા ન કરે તો હું માનું છું એ વધારે ખરાબ લાગત. હું માનું છું કે, તેમને ઔપચારિકતા કરી છે અને જે રીતે બધા વિચારતા હતા એ રીતે કોંગ્રેસ કારોબારીએ તેમના રાજીનામાની ઓફરને નકારી કાઢી છે એટલે આ દેખાડવા પુરતી પ્રક્રિયા હોય તેવું જણાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




