લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન ગુજરાતની તમામ બેઠકો પર પ્રચાર કરશે

0
5

ગાંધીનગર,તા.૨૬
લોકસભા-૨૦૧૯ને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા પુરજાશથી તૈયારી શરૂ કરી દીધી છે. આ વખતની ચૂંટણી વિકાસની સાથોસાથ અજય ભારત અટલ ભારતના સૂત્ર સાથે લડાશે. લોકસભાની ગુજરાતી તમામ ૨૬ બેઠકો હાંસલ કરવા એડીથી ચોટીનું જાર લગાવવામાં આવનાર ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી જાહેરસભાઓ યોજશે. રાજ્યની ૨૬ બેઠકોના પ્રવાસ કાર્યક્રમોને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હોવાનું ભાજપના સુત્રોમાંથી જાણવા મળે છે. એકલા ગુજરાતમાં જ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહુર્તના થોકબંધ કાર્યક્રમ છે. તો દેશના ૪૫૦ લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે પ્રવાસ કાર્યક્રમો યોજાશે અને ફરી મોદી લહેર ઉભી કરવામાં આવનાર છે.
ભાજપની રાષ્ટ્રીય કારોબારી પૂર્વ ગુજરાતમાં ગત ઓગસ્ટ મહિનામાં વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપી હતી તા.૩૦ સપ્ટેમ્બર કચ્છ, આણંદ, અને રાજકોટના કાર્યક્રમમાં ત્રણ લોકસભાની બેઠકો આવરી લેવામાં આવી છે.
આગામી ૩૧ ઓકટોબરે સરદાર પટેલ જયંતીના દિવસે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડ બનાવશે. આ પ્રતિમા બનવાના સમયને લઈને પણ એક રેકર્ડ થાય તેવી સંભાવના છે. જેની તૈયારી રાજ્યના નર્મદા નિગમ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો અને દેશના સંત મહંતોને ઉપસ્થિત રાખવામાં આવનાર છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણની સાથે જ પાટીદારો ઉભુ કરવામાં આવેલા આંદોલન દ્વારા સરકારની ખરડાયેલી પ્રતિભાને વધુ ઉજાગર બનાવવાનો પ્રયાસ કરનાર છે તો દસ હજાર ગામડાઓમાં એકતા રથ કાઢીને વોટ બેન્કને વધુ મજબૂત બનાવવામાં આવનાર છે.
ઉપરાંત વડોદરાની રેલવે યુનિવસિર્ટી સંકુલ, સુરતનો પેડલ બ્રીજ, રાજકોટનું ઈન્ટરનેશનલ એરપોર્ટ, બુલેટ ટ્રેન, ભૂમિપૂજન, અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલનું લોકાર્પણની તડામાર તૈયારી થઈ રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY