૫૦ જેટલા સિંહબાળનો જન્મ થવાની વન વિભાગે દર્શાવી શક્યતા

0
13

ગીર-સોમનાથ,તા.૨૬
ગીર એક એવી જગ્યા છે જ્યાં સિંહદર્શનની સાથે પ્રકૃતિ દર્શનનો લહાવો પણ મળે છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ગીરના અભ્યારણ્યમાં સિંહદર્શન માટે જતા હોય છે. જૂનાગઢમાં આવેલું આ ગીરનું અભ્યારણ્ય એક એવી જગ્યા છે જ્યાં એશિયાટિક સિંહોનો વસવાટ છે. અને એટલા માટે જ દેશવિદેશના પર્યટકો સિંહદર્શન માટે આવતાં હોય છે.
ત્યારે સાસણ ગીરમાં આ વર્ષે ૧૫ જેટલા સિંહ બાળનો જન્મ થયો છે. તો સીઝન પૂર્ણ થતાં જ ૫૦ જેટલા સિંહબાળ લોકોને જાવા મળશે તે પ્રકારનું અનુમાન વનવિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે.
ગુજરાત અને દેશના ગૌરવ સમાન એશિયાટિક લાયનની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તે પણ એક આનંદની વાત છે. ત્યારે ૧૫ જેટલા સિંહ બાળનો જન્મ થવાને લઈને સિંહ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY