રત્નાકર માતાથી કપડવંજ તરફ જવાનો રસ્તો બનાવવા સહિત ગામમાં આંગણવાડીનું મકાન બનાવવા ગ્રામજનોની રજૂઆત
નડિયાદઃ ખેડા જિલ્લાના ગામડાઓમાં રાત્રિ સભા યોજવાની નવતર પહેલના ભાગરૂપે કપડવંજ તાલુકના મીરાપુર ગામે કલેક્ટર સુધિર પટેલની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજાઇ હતી.
મીરાપુરમાં યોજાયેલ રાત્રિ સભામાં ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ સીમ રસ્તાઓ તથા ગૌચરના દબાણો દુર કરવા, ગામમાં આંગણવાડીનું મકાન બનાવવા, ગામમાં રસ્તાઓ બનાવવા, પીવાનું પાણી, જમીનની રીસર્વે, ખોટા બી.પી.એલ. કાર્ડ રદ કરી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને બી.પી.એલ. કાર્ડ આપવા, ગામમાં પીવાના પાણીની સુવિધાઓ, વેણીપુર બોરથી સીધુ જ સપમાં પાણી નાખી ગામમાં પીવાનું પાણી પુરૂં પાડવા તેમજ ગામમાં નિયમિત ગ્રામસેવક હાજર રહે અને રત્નાકર માતાથી કપડવંજ તરફનો જવાના રસ્તાને પાકો બનાવવા અંગેની રજૂઆતો કરી હતી.
કલેક્ટર સુધિર પટેલે ગ્રમજનો દ્ધારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોને સાંભળી સમય મર્યાદામાં હકારાત્મક ઉકેલ કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. કલેક્ટરએ જણાવ્યું કે, ગામમાં આગણવાડીનું મકાન મંજૂર કરવામાં આવ્યું છે. જરૂરી પક્રિયા પૂર્ણ થયા બાદ બાંધાકામ શરૂ કરવામાં આવશે.
રાત્રિ સભામાં અધિકારીઓ દ્ધારા રાજય/કેન્દ્ર સરકારની વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી.
આ રાત્રિ સભામાં નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા, પ્રાંત અધિકારી ર્ડા.અનિલ ધામેલિયા, મામલતદાર કે.એમ.પરમાર, તાલુકા વિકાસ અધિકારી સહિત ગામના સરપંચ, તલાટી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







