કોલકાતા,તા.૭
ભારત અને પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝની ટીમો વચ્ચે ૪થી નવેમ્બરે રમાનાર પહેલી ટ્વેન્ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચના આયોજનમાંથી સી. એ. બી. (ક્રિકેટ એસોસિયેશન આૅફ બંગાળ) ખસી જશે નહીં, એમ તેના પ્રમુખ અને રાષ્ટ્રના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આગ્રહપૂર્વક કહેતા ઉમેયુર્ં હતું કે મેચની ટિકિટોની અગાઉની પદ્ધતિ પ્રમાણે વહેંચણી કરાશે.
“મેચ રમાશે અને તેની ટિકિટો છાપવાની ચાલુ થઈ ગઈ છે તથા હવે કાંઈ કરી શકાતું નથી, એમ ગાંગુલીએ અહીં ઈડન ગાર્ડન્સ ખાતે પત્રકારોને સંબોધતા કહ્યું હતું.
મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન (એમ. પી. સી. એ.)એ બંને ટીમ વચ્ચે ૨૪મી આૅક્ટોબરની બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ ટિકિટો અને મફત-પાસ બાબતે સ્પષ્ટતાની ગેરહાજરીમાં યોજવાની ના પાડી દીધી છે.
ગાંગુલીએ કહ્યું હતું કે સી. એ. બી. પણ આ બાબતમાં કોઈ સમાધાન કરી શક્તું નથી. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની ૬૭,૦૦૦ ની ક્ષમતામાંથી લગભગ ૩૦,૦૦૦ ટિકિટને મફત-પાસ તરીકે કોલકતા પોલીસ, કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ જેવા સરકારી ક્ષેત્રમાં વહેંચવામાં આવે છે જેઓનો પણ મેચના આયોજનમાં ફાળો હોય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




