શારજાહ,તા.૭
ભારતનો ભૂતપૂર્વ સીમર અને બાલિંગ કોચ વેંક્ટેશ પ્રસાદ અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ (એ. પી. એલ.)માં નાનગરહરની ટીમનો મુખ્ય કોચ હશે.
એ. પી. એલ. સ્પર્ધા ૫મી આૅક્ટોબરથી યોજાનાર છે જેના પ્રથમ વર્ષમાં નાનગરહર લીઓપાર્ડસ કાબુલ ઝવાનન, પક્ટીયા પેન્થર્સ, બલ્ખ લિજેન્ડ્ અને કનડાહર નાઈટસ મળી પાંચ ટીમ ભાગ લેશે.
નાનગરહરની ટીમનું નેતૃત્વ વેસ્ટ ઇન્ડિઝનો ઓલ-રાઉન્ડર એન્ડ્રે રસેલ કરશે અને અફઘાનિસ્તાનનો મુખ્ય ક્રિકેટ સિતારો રશીદ ખાન કાબુલ ઝવાનનની ટીમનું સુકાન સંભાળશે.
પાકિસ્તાનનો પીઢ શાહીદ આફ્રિદી પક્ટીયા પેન્થર્સની આગેવાની લેશે તથા અફઘાનનો ઓલ-રાઉન્ડર મોહંમદ નબી બલ્ખ લિજેન્ડ્સનો સુકાની હશે. ન્યૂ ઝીલેન્ડનો બ્રેન્ડન મેક્ુલમ કનડાહર નાઈટસની આગેવાની લેશે.
પણ, સૌથી વધુ આકર્ષણ ક્રિસ ગેઈલ બનશે જે બલ્ખ લેજન્ડ્સની ટીમ વતી રમનાર છે. અન્ય કેટલાક ટોચના ખેલાડી પણ સ્પર્ધામાં ભાગ લેનાર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



