અત્યાર સુધીમાં આંધી અને તોફાનનો મૃત્યુઆંક ૧૩૩થી વધુને આંબી ગયો
ન્યુ દિલ્હી,તા.૪
મે મહિનાની ભીષણ ગરમી વચ્ચે અચાનક આવેલા આંધી અને તોફાને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં કહેર મચાવીને ૧૦૦ કરતાં વધુ લોકોના જાન લઈ લીધા છે એટલું જ નહીં, તેલંગણા, બંગાળ અને આંધ્ર પ્રદેશમાં આંધી સાથે વરસાદે કહેર મચાવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ૪૮ કલાક હજુ પણ જાખમી છે અને ફરીથી વરસાદ સાથે આંધી અને તોફાન કહેર મચાવી શકે છે. ખાસ કરીને ઉત્તરાખંડમાં જારદાર વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કરી છે. અત્યાર સુધીમાં આંધી અને તોફાનનો મૃત્યુઆંક ૧૩૩ને આંબી ગયો છે.
હવામાન વિભાગે આગામી ૪૮ કલાક સુધી યુપી અને રાજસ્થાનના ૧૦ જિલ્લાઓમાં એલર્ટ જારી કર્યું છે અને આમ હજુ ખતરો ટળ્યો નથી. મોસમમાં આવેલા અચાનક બદલાવ પાછળ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ માટે વેધર સિસ્ટમમાં આવેલ ફેરફાર જવાબદાર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાજસ્થાન, પંજાબ અને હરિયાણા પર ચક્રવાત સર્જાયો હતો. તેનાથી ગર્જતા વાદળો રચાયા હતા. જે યુપી થઈને બિહાર પહોંચ્યા હતા અને બંગાળના અખાત, ઉત્તરીય પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીરથી આવેલા ભેજને કારણે આ ચક્રવાત વધુ તોફાની બન્યો હતો.
તાપમાન વધુ હોવાના કારણે કેટલાક જ કલાકોમાં તોફાન જેવો માહોલ સર્જાયો હતો. મોસમ વિભાગે હાલ બે દિવસ માટે ચેતવણી જારી કરી છે. રાજસ્થાન અને યુપીમાં ફરીથી ધૂળની આંધી આવી શકે છે અને આ વિસ્તારોમાં ચક્રવાત જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ છે જેની અસર રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં જાવા મળી શકે છે.
હવામાન વિભાગે પ્રતિ કલાક ૪૦થી ૫૦ કિ.મી.ની ઝડપે ફૂંકાનારા પવન સાથે આંધી-તોફાન માટે એલર્ટ જારી કરી હતી. જાકે પવનની ઝડપ એકાએક વધી ગઈ હતી અને પ્રતિકલાક ૧૩૦ કિ.મી.થી વધુ ઝડપે પવન ફૂંકાતા આંધી અને તોફાને કહેર મચાવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





