લો બોલો મંદિર માં દર્શન કરવા ગયેલા ભક્ત ને પણ ચોરો એ શિકાર બનાવ્યો જાણો ક્યાં ?

0
181

ગરુડેશ્વર પાસેના સુરપાણેશ્વર મંદિર માં દર્શન કરવા ગયેલા ભક્તત ની કાર નો કાાચ તોડી રોકડ અને દાગીના મળી 66 હજાર ના વસ્તુ ની ચોરી

આ મંદિર માં સી સી ટી વી કેમેરા હોવા છતાં રવિવારે વધુ ભીડ માં વાહનો વધતા ફરિયાદી એ પોતાની ગાડી થોડી સાઈડ માં પાર્ક કરી હોવાથી ચોરી થઈ કોઈ નજીકનો હોવાની આશંકા

રાજપીપળા: નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકા માં આવેલા પ્રસિદ્ધ સુરપાણેશ્વર મહાદેવ ના મંદિરે રવિવારે દર્શન કરવા ગયેલા રાજપીપળા પાસેના વડિયા ગામના દિલીપ છીતુભાઇ માછી પોતાની આઈ 10 ગાડી નં.જી જે 06 જે એન 8415 લઈ પરિવાર સાથે મંદિરે પોહ્ચ્યા બાદ મંદિર ના કમ્પાઉન્ડ માં ગાડી પાર્ક કરી મહાદેવ ના દર્શન કરવા ગયા પરંતુ દર્શન માટે જતા પેહલા એમને પોતાની ગાડી માં એક પાકીટ માં પત્નીનું સોનાનું મંગળસૂત્ર ,કાનની બુટ્ટી ,વીંટી ,સોનાની ચેન અબે ત્રણ મોબાઈલ સહીત રોકડા રૂપિયા 11,500 પાકીટ માં મુક્યા હતા ત્યારબાદ દર્શન કરી પરત આવી જોયું તો ગાડી નો કાચ તૂટેલો જણાતા અંદર તપાસ કરતા પાકીટ સાથે રૂપિયા 66,500 ની તમામ વસ્તુ અને રોકડ ગાયબ હતા જેથી દિલીપભાઈ માછી એ આ બાબતે ગરુડેશ્વર પોલીસ માં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તપાસ ગરુડેશ્વર પી એસ આઈ એમ બી વસાવા કરે છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY