ગરુડેશ્વરના વાઝણીતાડ માં મહાકાય મગર નીકળતા લોકોના ફફડાટ 

0
18

 

રાજપીપળા: નર્મદા જિલ્લા ના ગરૂડેશ્વર તાલુકાના વાઝણીતાડ ગામ માં ગતરોજ સાંજ ના સમયે ૭ ફૂટ લાંબો મગર ખેતરમાં આવી ગયો હતો.મગર જોઈને ગભરાઈ ગયેલા ખેડૂતો એ ગામ ‌મા જાણ કરી કે ખેતરમાં મગર આવી ગયો છે ત્યારે ગામ ના રહીશો એ કેવડિયા કોલોની માં વન્યજીવો ની રક્ષા મા તત્પર રહેતી સંસ્થા વાઇલ્ડ સેવિયર ક્લબ નેં જાણ કરતા અનિલ વસાવા,માઈકલ વસાવા, સુનિલ તડવી, વિશાલ તડવી, સુનિલ શ્રીમાળી સ્થળ પર પહોંચીને મગર ને કોઈ પણ ઈજા વગર સલામત રીતે પકડી લીધો હતો.સસ્થા ના સભ્યો ના જણાવ્યા અનુસાર બધા જળાશયો સુકાઇ ગયા હોવાથી મગર પાણી તથા ખોરાક ની શોધમાં ગામ સુધી પહોંચી ગયો હતો.ત્યાર બાદ મગરને સરદાર સરોવર ડેમ માં છોડી મૂકવામાં આવ્યો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,

ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY