સુરતી એન્જિનિયરનું વિદેશી પક્ષીઘરઃ દેશ-વિદેશમાં ફરી એકઠાં કર્યા રેર બર્ડ

0
61

એક નવયુવાન એન્જિનિયરે પોતાનું અનોખું વિદેશી પક્ષીઘર બનાવી પક્ષીપ્રેમને ઉજાગર કર્યો છે. આ પક્ષીઘરમાં અનેક વિદેશી પક્ષીઓની કલબલાટ સાંભળવા લોકોમાં હંમેશા ઉત્સુકતા રહે છે. સુરતના છેવાડાના વિસ્તાર વરીયાવ રોડ પર આવેલા મિત્રની વાડીના નામે ઓળખતા આ પક્ષીઘરમાં રંગબેરંગી પક્ષીઓ પોતાના માદરે વતનથી હજારો કિલોમીટર દુર સુરતમાં પાંખો ફફડાવતા જોવું પણ એક અનેરો આનંદ લાગે છે.

રેર પક્ષીઓને વિદેશી ફૂડ આપવામાં આવે છે

વિશાલ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આ તમામ પક્ષીઓના ખોરાક પર ખુબ જ ધ્યાન આપવું પડે છે. તેમનો ખોરાક પણ વિદેશ બેલ્જીયમ, હોલેન્ડ અને યુએસ સહિતના દેશોમાંથી આવે છે. તેમના ખોરાકમાં કાજુ-બદામ-પિસ્તા, સુર્યામુખીના બિજ અપાઇ છે. સ્કારલેટ મકાઉ બર્ડને તો એમેજોનથી લવાયેલી પીળી માટીથી બનાવેલી ઇંટ ખવડાવવામાં આવે છે. જ્યારે લોરી પેરોટને માત્ર ફ્રુટ અને બાળકોને અપાતું સેરેલેક પીવડાવાય છે. હેન્ડ બ્રીડીંગ બાદ બચ્ચાઓને ખાસ ફૂડ જુપરીન અને કેટી ઇન્જેક્શનની સીરીન વડે પીવડાવવામાં આવે છે. જેમાં કેલ્સીયમ માટે સી ફૂડનો પણ વપરાશ કરવામાં આવે છે.

130થી વધુ પ્રજાતિના રેર પક્ષીઓ

આ અનોખા વિદેશી પક્ષીઘરમાં લગભગ 130થી વધુ પ્રજાતિના રેર પક્ષીઓ જોવા મળે છે. જેમાં કુકાટુઝ, કનોર, સીનેગલ પેરોટ, એમોઝોન પેરોટ, આફ્રિકન લવ બર્ડ, આફ્રિકન ગ્રે, આફ્રિકન મકાઉ, લોરીકીટ, ડસ્કી, બ્લેક કેલ્ડ, બ્લ્યુ રીડ સ્ટીક અને રેમ્બો, બુન્ડરીંગર, શો બુન્ડરીગન જેવા વિશ્વના બે મોટા જંગલોમાં જ જોવા મળતા પક્ષીઓને હાલ સુરતીઓ જોઇ પણ રહ્યા છે. અને ભરપૂર આનંદ પણ લઇ રહ્યા છે.

પક્ષીઓની પેરની કિંમત 8-10 લાખ હોય છે

વિશાલ પટેલે ઉમેર્યું હતું કે, ભારતીયોની આ કમ નસીબી કહેવાય કે વિદેશી ડોગનો ઉછેર કરી શકાય છે. પણ વિદેશી પક્ષીઓનો નહીં, લીગલ પરવાનગી મળવી જોઇએ. તો આવા અનેક વિદેશી પક્ષીઘરોમાં રંગબેરંગી પક્ષીઓ જોવા મળી શકે છે. સ્કારલેટ મકાઉ જેવા પક્ષીઓની પેરની કિંમત જાણીયે તો પશીનો આવી જાય છે. આવા પક્ષીઓની પેરની કિંમત 8-10 લાખ હોય છે. જે વિદેશોમાં ખુબ જ સસ્તા ભાવે મળે છે. આપણા દેશના અનેક રાજ્યોમાં આવા પક્ષીઓનો વેપાર પણ થાય છે. તે પણ ખુબ જ મોટા પાયે.

પક્ષીઓ સાથે રહી તેની ભાષા શીખવા મળી

હર્ષ પટેલ (પક્ષઓના કેર ટેકર) એ જણાવ્યું હતું કે, આખો દિવસ તેમની પાછળ નીકળી જાય છે. તેમના પાંજરા રોજ સાફ કરવા પડે છે. પક્ષીઓને ક્યારે પાંજરામાં ખુલ્લા છોડવા તેનો પણ સમય બાંધવો પડે છે. સાફ-સફાઇથી લઇ ખોરાક અને દવાનું ખુબ જ ધ્યાન રાખવું પડે છે. દરેક વસ્તુ સ્ટોકમાં છે કે નહીં તેનો હિસાબ રોજે રોજ ચેક કરવો પડે છે. આ કામ કોઇ એકના હાથે શક્ય ન બની શકે તે માટે બીજા 2-3 માણસો રાખવા પડે છે. બસ આખો દિવસ પક્ષીઓ સાથે રહીને તેમની ભાષા પણ બોલતા થઇ ગયા છીએ. પક્ષીઓ પણ આપણી ભાષા બોલે છે સામે જવાબ પણ આપે છે એમ આખો દિવસ પણ આ પક્ષીઓ સાથે ઓછો પડે છે.

પક્ષીઓ સાથે રહી તેની ભાષા શીખવા મળીનાનકડું પક્ષીઘર વિદેશી રેર પક્ષીઓના કલબલાટથી ગુંજ્યુંરેર પક્ષીઓને વિદેશી ફૂડ આપવામાં આવે છેપક્ષીઓની પેરની કિંમત 8-10 લાખ હોય છે

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY