ગરુડેશ્વર ના શમશેરપુરા માં નજીવા ઝગડામાં કુહાડી ના ઘા ઝીકી પત્નીને મોત ને ઘાટ ઉતારતા પતિ ની ધરપકડ .

0
137

નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકાના સમશેરપુરા ગામમાં પતિએજ પત્નીનું ઢીમ ઢાળી દેતા પોલીસે પતિની ધરપકડ કરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર શમશેરપુરા ગમે રહેતા વિષ્ણુ ભાણાભાઈ તડવી અને તેની પત્ની ઉષાબેન ને કોઈ કારણોસર છેલ્લા ત્રણ ચાર દિવશ થી ઝગડો ચાલતો હોય ગતરોજ ફરી પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા આવેશમાં આવી પતિ વિષ્ણુ એ પત્ની ઉષાને કુહાડી માથાના ભાગમાં મારી દેતા ગંભીર ઈજાઓ થઈ અને ઈજાઓ ના કારણે ઉષા નું ઘટના સ્થળેજ મોત થતા આ બાબતે ફળિયા માં રહેતા હરજી જીવા તડવી એ ગરુડેશ્વર પોલીસ માં ફરિયાદ આપતા પોલીસે તાત્કાલિક હત્યારા પતિ ની ધરપકડ કરી હતી ,ઘટનાની જાણ થતાંજ કેવડિયા નાયબ પોલીસ અધિક્ષક અચલ ત્યાગી પણ ત્યાં દોડી ગયા હતા .ગરુડેશ્વર પી એસ આઈ એમ .બી.વસાવા એ હત્યા ના ગુનામાં વિષ્ણુની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY