રાજકોટ,
તા.૧૩/૦૩/૨૦૧૮
રાજકોટ સહિત સૌરાષ્ટમાં કહેવા પુરતી દારુબંધી છે બાકી તો જગજાહેર છે માંગો ઇ બ્રાન્ડ સાથે જાઇએ તેટલો દારુ મળે છે.તાજેતરમાતો રાજકોટ સહિત સૌરાષ્ટમાં એક સાથે કરોડો રુપિયાની કિમતનો દારુ મળ્યો હતો.પરંતુ પોલીસને ચકમો આપવા ભેજાબાજ બુટલોગરો પણ દારુ સંતાડવા અવનવા પેતરા કરતા હોય છે.થોરાળા પોલીસે બુટલેગરના ઘરમાં રેડ કરી તેની પાસે કબુલાત કરાવી તો તેને ઘરમા જ સ્વીચ બોર્ડ પાછળ એક ફુટનુ દીવાલમાં બાખોરુ કર્યુ તુ તેમા વિદેશી દારુ છુપાવ્યોતો.આ જાઇ પોલીસ પણ ચોંકી ગઇ હતી અને પોલીસે દિવાલમાથી એક પછી એક બોટલો કાઢી હતી.
શહેરના ગંજીવાડા શેરી નંબર ૩૧ માં રહેતો આમદભાઈ હસમભાઇ ઠેબા નામનો શખ્શ પોતાના ઘરમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે આ બાતમી આધારે તેના ઘરે દરોડો પાડતા પ્રથમ કઈ હાથ લાગ્યું ન હતું બાદમાં ઘરમાં લાઈટના સ્વીચ બોર્ડ અંદર દીવાલમાં ચોરખાનું બનાવેલું હોય તે સ્વીચબોર્ડ હટાવી ચેક કરતા અંદરથી જુદા જુદા બ્રાન્ડનો ૫૬ બોટલ દારૂ મળી આવતા પોલીસે ૨૫,૪૦૦ રૂપિયાનો દારૂ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે બે બુટલેગરની ઘરપકડ કરી કેટલા દિવસથી ધંધો કરતો,માલ કોને કોને વેંચતો વગેરે પુછપરછ હાથ ધરી હતી.
છેલ્લા દસ.પંદર દિવસમાં રાજકોટ સહિત સૌરાષ્ટÙમાથી કરોડો રુપિયાનો દારુ બિયર ઝડપાયા,આખે આખા ટ્રક બિયર અને દારુ ઝડપાયો પરંતુ આ કેસમા પોલીસને ડ્રાઇવર હાથ લાગ્યો નથી.મોટા ભાગના કેસમાં ખાલી માલ પકડાય જાય છે પરંતુ તેને સ્પલાયર કે ડ્રાઇવર નાસી છુટે છે આવા કેસ પોલીસ પર પણ શંકા ઉપજાવે છે. માલ તો પકડાય જાય છે પછી ટ્રક કોનો, ડ્રાઇવર ક્્યાંથી કોને માલ દેવા નિકળ્યો તો તેવી માહિતી ફાઇલો વચ્ચે દબાય જાય છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"