ન્યુ દિલ્હી,
તમારા માંથી ઘણા બધા લોકો એવા હશે કે રસોઇ ગેસ સિલેન્ડર પર સબ્સિડી લઇ રહ્યા હશે. સબ્સિડી સ્કીમ હેઠળ ગ્રાહકોને નક્કી કિંમત પર રસોઇ ગેસ સિલેન્ડર મળે છે અને પછી બાદમાં કેટલીક રકમ સબ્સિડી તરીકે બેંક ખાતામાં પાછી કરી દેવામાં આવે છે.
સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપણને ખબર હોતી નથી કે આપણા અકાઉન્ટમાં પૈસા આવી રહ્યા છે કે નહીં અને આવી રહ્યા છે તો કેટલા આવી રહ્યા છે? ચલો તો આજે અમને તમને એક રીત જણાવીએ છીએ.
સૌથી પહેલા સ્માર્ટફોનના બ્રાઉઝરમાં www.mylpg.in ટાઇપ કરો. હવે તમને ડાબી બાજુ ગેસ કંપનીઓના નામ મળશે એમાંથી પોતાની સર્વિસ પ્રોવાઇડરના નામ પર ક્લિક કરો. ત્યારબાદ તમને આઇડી અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર માંગવામાં આવશે. ત્યારબાદ ઓકે કરવા પર તમને નાણાંકીય વર્ષ જેમ કે ૨૦૧૬ ૧૭ અથવા ૨૦૧૭ ૧૮ નાંખવું પડશે. ત્યારબાદ તમને સબ્સિડીની ડિટેલ મળી જશે.
આમાં તમને ક્યારે ક્યારે કેટલી રકમ સબ્સિડીના રૂપમાં તમારા અકાઉન્ટમાં નાંખવામાં આવી છે તેની જાણકારી તમને મળી જશે. જા તમારા અકાઉન્ટમાં સબ્સિડીના રૂપિયા આવી રહ્યા નથી તો તમે ફીડબેક વાળા બટન પર ક્લિક કરીને ફરીયાદ કરી શકો છો.
જા તમે તમારા આઇડીને અકાઉન્ટથી લિંક કર્યું નથી તો તમે ડિસ્ટ્રીબ્યૂટરને મળીને સમસ્યાનું સમાધાન કરી શકો છો. સાથે તમે ૧૮૦૦૨૩૩૩૫૫૫ પર ફ્રી માં કોલ કરીને ફરીયાદ કરી શકો છો.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







