રોકાણકારોને લેભાગુ બ્રોકર્સથી બચાવવા કસ્ટોડિયન રચાશે

0
41

ન્યુ દિલ્હી,
ડિફોલ્ટ થતા બ્રોકર્સ અને ગમે ત્યારે અદ્રશ્ય થઇ જતા શેર પોર્ટફોલિયોના કારણે સેબીએ નાના રોકાણકારોના હિત સાચવવા પગલા વિચારવાનું શ કર્યું છે. ઘણી વખત શેરબ્રોકર્સ તેમના કલાયન્ટની મંજૂરી વગર તેમના શેરનો ઉપયોગ કરતા હોય છે. જેને અટકાવવા માટે સેબી પગલાં લેશે.
સેબીએ ટ્રેડિંગ સેટલમેન્ટ માટેના નિયમો કડક બનાવવાનું વિચાર્યું છે તે રીટેલ રોકાણકારો માટે કસ્ટોડિયન પણ નકકી કરશે. તાજેતરમાં સેબીની સેક્ધડરી માર્કેટ એડ્‌વાઇઝરી કમિટીની બેઠકમાં આ દરખાસ્ત પર ચચર્ય થઇ હતી. આ પ્લાન હજુ ઘડાઇ રહ્યો હોવાથી વિગતની ચકાસણી થઇ શકી નથી. સેબીની યોજનાથી બ્રોકરો કલાયન્ટના એકાઉન્ટનો દુરુપયોગ નહીં કરી શકે અને તેમની મંજુરી વગર શેરનું વેચાણ નહીં કરી શકાય. સિવાય કે કલાયન્ટ ડિફોલ્ટ થયો હોય. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે જ કામ ઇન્ટરમિડિયરીઝ કરે છે તેવી જ રીતે નાના રોકાણકારો માટે એક કસ્ટોડિયન રાખવા સેબી વિચારે છે.
કસ્ટોડિયન ટ્રેડ થયા બાદ રોકાણકારની બેન્ક-એન્ડ કામગીરી પર નજર રખાશે. રોકાણકારના ટ્રેડની ખરાઇ કરવાની જવાબદારી સેબી ડિપોઝિટરીઝ સીડીએસએલ અને એનએસડીએલ પર નાખે તેવી શકયતા છે. ડિપોઝિટરીઝ પાસે શેર, ડિબેન્ચર વગેરે સિકયોરિટીઝ ઇલેકટ્રોનિક સ્વપમાં હોય છે.
એક વરિષ્ઠ અધિકારીએ કÌšં કે, ભુતકાળમાં એવા ઘણા કિસ્સા બન્યા છે જેમાં કલાયન્ટના શેર પણ ગુમ થઇ જાય છે. શું આપણે એવી સિસ્ટમ રચી શકીએ જેમાં કલાયન્ટના શેર બ્રોકર પાસે ન હોય ? બ્રોકર્સ પણ ડિપોઝિટરી પાર્ટિસિપ્ન્‌ટ્‌સ છે અને રોકાણકાર તથા ડિપોઝિટરી વચ્ચે મÎયસ્થી તરીકે કામ કરે છે. તેના કારણે સ્ટોક એકસ્ચેન્જ પર થતાં ટ્રેડનું સેટલમેન્ટ થાય છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY