ન્યુ દિલ્હી,તા.૨૦
દિલ્હીના શકૂરપુર વિસ્તારમાં એક કાળજુ કંપાવી દે તેવો ધડાકો થયો. ધડાકા બાદ આસપાસના લોકો એટલા ડરી ગયા કે ઘરમાંથી નિકળી બહાર ભાગવા લાગ્યા. ધડાકાને પગલે એક દુકાનમાં ભયંકર આગ ભભૂકી ઉઠી. આગ એટલી વિકરાળ બની કે આખી દુકાન રાખના ઢેરમાં ફેરવાઈ ગઈ.
આ ઘટનામાં આગમાં ઘેરાઈ ગયેલા દુકાન માલિકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. જ્યારે અન્ય એક વ્યÂક્ત ગંભીર રીતે દઝાતા તેને સારવાર અર્થે ખસેડાયો છે. બનાવી જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી. પ્રાથમિક તપાસમાં દુકામાં રહેલ સિલેન્ડર ફાટતા આ દુર્ઘટના સર્જાઈ. બ્લાસ્ટ અને બ્લાસ્ટ બાદના તમામ દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા. જે જાતા અંદાજ લગાવી શકાય છે કે બ્લાસ્ટ કેટલો ભયંકર હતો.
મળતી માહિતી મુજબ, દિલ્હીના શકુરપુર વિસ્તારમાં મંગલવારે સવારે રૂવાંટા ઉભા કરી દે તેવો ધમાકો થયો હતો, દુકાન આગના ગોળામાં ફેરવાઈ ગઈ. આ આગની ઘટનામાં ૪૦ વર્ષીય દુકાન માલિક ચંદ્રશેખર આગમાં ભડથુ થઈ જતા ઘટના સ્થળ પર જ મોતને ભેટ્યો હતો. આ ઘટના બાદ આસપાસના લોકોએ તુરંત જામ કરતા પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, કેટલાક કલાકની ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો, આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો. જેને હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



