ગૌહાટી,તા.૪
આસામના વરિષ્ઠ પ્રધાન હિમંત બિસ્વા શર્માએ કહ્યું હતું કે જા ભાજપ સત્તા પર ન આવી તો પાકિસ્તાનની સેના અથવા આતંકવાદીઓ ભારતીય સંસદ અને આસામ વિધાનસભા પર હુમલો કરી શકે છે અને આવી પરિસ્થિતિમાં ભારત પાસે બદલો લેવાની હિંમત નહીં હોય.
નાગાંવ જિલ્લાના કામપૂરમાં ચૂંટણી રેલીને સંબોધતા શર્માએ કહ્યું હતું કે, જો આપણે ફરીથી દેશમાં અને આસામમાં મોદી સરકાર લાવીશું નહીં તો પાકિસ્તાની સેના અથવા આતંકવાદીઓ ભારતીય સંસદ અને આસામ વિધાનસભા પર હુમલો કરી શકે છે. અને પ્રધાન મંત્રી પાસે તેને જવાબ આપવાની હિંમત નહીં હોય.
તેમણે આગળ કહ્યું કે “દેશને નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાનની જરૂર છે. નવુ ભારત દુનિયાને જવાબ આપી શકે છે અને પાકિસ્તાન સામે જરૂરી પગલા લેવાની હિંમત ધરાવે છે. તેમજ કહ્યું હતું કે પુલવામા આતંકવાદી હુમલા બાદ, સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની પ્રશંસા કરવાવાળા લોકોમાં અસમમાં જ ૧૩૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે “જા આપણે ભાજપના નેતૃત્વ હેઠળ એક નહીં થઈએ તો જે લોકો પાકિસ્તાન ઝિંદાબાદ કહે તે એક દિવસ આસામમાં આપણી સંસ્કૃતિ અને સંસ્કૃતિનો નાશ કરી નાખશે. તેથી જ આપણે ફક્ત વિકાસ માટે નથી લડવાનુ. આ વિકાસની રાજનીતિ સાથે ઓળખાણની રાજનીતિ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





