સુપ્રિમ કોર્ટે બાળકની હત્યાના ગુનેગારની ફાંસીની સજા આજીવન કેદમાં બદલી

0
3

ન્યુ દિલ્હી,તા.૪
સુપ્રીમ કોર્ટે એક બાળકની હત્યાના ગુનેગારને ફાંસીની સજા સંભળાવી હતી જેની સજાને આજીવન કેદમાં બદલી નાખવામાં આવી છે. કોર્ટે કહ્યું કે તે સુધરવા માગે છે. જેલની અંદર તેણે જે કવિતા લખી છે, તેનાથી ખ્યાલ આવે છે કે, તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે. જસ્ટીસ એકે સીકરીની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે દનેશ્વર સુરેશ બોરકરે જયારે ગુનો આચર્યો ત્યારે તેની ઉંમર ૨૨ વર્ષ હતી.
કોર્ટે કહ્યું કે જેલમાં રહેવા દરમિયાન તેણે સમાજ સાથે જાડાવાનો અને શિક્ષિત વ્યકિત બનવાનો પ્રયાસ કર્યો છે. જજ એસ અબ્દુલ નઝીર અને જજ એમઆર શાહની બેંચનો ભાગ હતા. તેમણે પણ કહ્યું કે બોરકર પાછલા ૧૮ વર્ષથી જેલમાં છે અને તેનું આચરણ બતાવે છે કે તેનામાં સુધાર લાવી શકાય તેમ છે. તેનો પુનર્વાસ થઈ શકે છે. આ પહેલા બોરકરે મુંબઈ હાઈકોર્ટના ૨૦૦૬ મેના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડાકાર્યો હતો. હાઈકોર્ટે એક ટીનએજરની હત્યાના ગુનામાં નીચલી કોર્ટ તરફથી સંભળાવવામાં આવેલી સજાને યથાવત રાખી હતી. દોષીના વકીલે કોર્ટમાં પોતાના તર્કમાં કહ્યું કે જેલમાં બોરકરનું આચરણ સુધરી ગયું છે, તેને જેલમાં પોતાનું ભણવાનું પૂરું કર્યું છે અને શિક્ષિત વ્યકિત બનવાની કોશિશ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY