ન્યૂઝીલેન્ડ મસ્જિદ હત્યાકાંડ : મિસિંગ જાહેર કરાયેલ પિતા-પુત્રના મોત

0
145

વડોદરા,તા.૧૬
શુક્રવારે ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતે મસ્જિદ પર થયેલાં આતંકવાદી હુમલાની ઘટનામાં ૯ ભારતીય મિસિંગ જાહેર કરાયાં હતાં. જેમાંથી વડોદરાના રમીઝભાઈ વ્હોરા અને તેમના પિતા આરીફભાઈ વ્હોરાને શનિવારે મૃત જાહેર કરવામાં આવ્યાં છે. ૭ દિવસ પહેલાં જ રમીઝભાઈની પત્ની ખુશ્બુબહેને દિકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મથી ખુશખુશાલ પરિવારની ખુશીઓને આતંકવાદ ભરખી ગયો.
રમીઝભાઈ ન્યૂઝીલેન્ડની ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતાં. તેમની પત્ની ખૂશ્બુ ગર્ભવતી હોવાથી વડોદરામાં રહેતાં પિતા આરીફભાઈ અને માતા ન્યૂઝીલેન્ડ ગયાં હતાં. રમીઝભાઈને કિયા ખબર હતી કે દીકરીના જન્મની આ ખુશી માતમાં ફેલાઈ જશે, વહેલી સવારે પિતા-પુત્ર નમાઝ પઢવા ગયાને ગોળીબારમાં મૃત્યુ પામ્યા. જોકે તેમના સસરાં અને અન્ય પરિવાર જનો શનિવારે ક્રાઈસ્ટચર્ચ જઈ મૃતદેહોને વડોદરા લવાયા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY