ઉપલેટા તાલુકાના ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે તપસ્વી શ્રી લાલબાપુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

0
41

ઉપલેટા: ઉપલેટા તાલુકાના ગધેથળ ગામ પાસે વેણુ-૨ ડેમની સામે અને વેણુ નદીના કાંઠે આવેલ વેણુ ગંગા ગાયત્રી આશ્રમ ખાતે આજરોજ તા. ૨૭/૭/૨૦૧૮ ને શુક્રવારના રોજ સવારના ૭:૦૦ વાગ્યાથી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી હજારો ભક્તોની ભીડ વચ્ચે ગુરૂપૂર્ણિમાની ધામધૂમથી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આશરે ૫૨ થી ૫૫ હજાર જેટલા ભાવિકો આસ્થાભેર તપસ્વી પ.પૂ. શ્રી લાલબાપુના આશીર્વાદ તેમજ દર્શન કરવા ઉપલેટા શહેર તેમજ આસપાસના ગામડાઓ, તાલુકાઓ અને ખાસ કરીને રાજકોટ, અમદાવાદ, જુનાગઢ, પોરબંદર, જામનગર અને છેક મુંબઈથી ભાવિકો પધાર્યા હતા. કહેવાય છે ને કે ગુરૂની અમૃતવાણી અને અમી દ્રષ્ટિમાં શિષ્યમાં પ્રાણ ફૂંકવાની અદભુત સંજીવની છે. ગુરૂનું શરણું સ્વીકારનાર શિષ્યોના યોગક્ષેત્રની ચિંતા ગુરૂના શિરે આવી જાય છે. આ પવિત્ર ગુરૂપૂર્ણિમાએ ગુરૂ અને તપનો એક અંશ શિષ્યને આપે છે. દરેકના ગુરૂ અલગ હોઈ શકે, પરંતુ ગુરૂતત્વ તો એક જ હોય છે. જેની પૂજા દરેક શિષ્ય અંતઃકરણ પૂર્વક કરે છે. ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત વ્યક્ત કરવાનો અષાઢ સુદ પૂર્ણિમાનો મહામૂલો દિવસ જે ગુરૂપૂર્ણિમા તરીકે ઓળખાય છે. તેમજ પૂ. લાલબાપુના શિષ્યો રાજુભગત અને દોલુભગતે પણ આશીર્વાદ પાઠવ્યા હતા. અસંખ્ય સ્વયંસેવકો દ્વારા ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી કરવામાં આવી હતી. ભાવિકોને ૫૦૦-૫૦૦ ના ગ્રુપમાં મોકલવામાં આવ્યા હતા. તેમજ આવેલા તમામ ભક્તોને વરસાદથી બચવા બનાવાયેલ ટેન્ટમાં પ્રસાદી લેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા, રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ડિરેક્ટર હરિભાઈ ઠૂંમર, શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંતભાઈ ચોટાઈ, ગઢાળા ગામના સરપંચ નારણભાઈ આહિર, તાલુકાપંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન જયદેવસિંહ વાળા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મધવજીભાઈ ઠૂંમર, વાઈસ ચેરમેન રાજાભાઈ સુવા તેમજ અન્ય પ્રતિષ્ઠિત નામી અનામી આગેવાનો, હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડિયા – ઉપલેટા
9979291508/7016006334

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY