બેંક લોન ભરવા ઉછીના પૈસાા લઈ પોતાનું મકાન ગીરવે લખી આપ્યા બાદ એજ મકાન અન્ય ને વેચાણ દસ્તાવેજ કરી આપી વિશ્વાસઘાત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ
રાજપીપળા: રાજપીપળા શહેર ના વિશાવાગા વિસ્તાર માં રહેતી એક મહિલા એ એક પરિવાર ને ઉછીના આપેલા પૈસા પરત ન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ આપતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા વિસાવગા માં રહેતા ફરિયાદી રેખાબેન ધર્મેશભાઈ ભાવસાર એ આપેલી ફરિયાદ મુજબ રાજપીપળા ના મોટા માછીવાડ માં રહેતા ભદ્રેસ ઠાકોરભાઈ માલી ઠાકોરભાઈ ચંપકભાઈ માલી દમયંતીબેન ભદ્રેશભાઈ માલી એ અગાઉ 2017 ના વર્ષ માં બેંક લોન ભરવા રેખાબેન પાસે રૂપિયા દસ લાખ ઉછીના લીધા હતા અને આ પૈસા ના બદલામાં માલી પરિવારે એમની મકાન ગીરવે લખી આપ્યું હતું પરંતુ એજ મકાન અન્ય ને વેચાણ દસ્તાવેજ કરી આપી દઈ ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ફરિયાદીને ગાળો બોલી જાન થી મારી નાખવાની ધમકી આપવામાં ઉપરોક્ત માલી પરિવારે એક બીજાની મદદગારી કરી હોવાની ફરિયાદ આપતા રાજપીપળા પોલીસે રેખાબેન ની ફરિયાદ ના આધારે કાયદેસર કાર્યવાહી કરી છે.તપાસ પી એસ આઈ સી એમ ગામીત કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



