ગાયનેક વોર્ડમાં દાખલ કરાયેલી મહિલાના બાળકને અજાણી મહિલા ઉપાડી ગઈ

0
283

સુરત,
તા.૨૫/૦૩/૨૦૧૮

સ્મીમેર હોસ્પિટલનું તંત્ર ઊંઘવામાં મસ્ત,મહિલા બાળકને લઈ ફરાર

મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પટલનું તંત્ર ફરી એકવાર ઊંઘતું ઝડપાયું હતું. ગાયનેક વોર્ડમાં દાખલ કરાયેલી મહિલાના ૩ વર્ષના પુત્રને કોઈ અજાણી મહિલા ઉપાડી ગઈ હતી. જે અંગે પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે સીસીટીવીના આધારે અજાણી મહિલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સ્મીમેર હોસ્પટલમાં ગાયનેક પ્રોબ્લેમના કારણ ગણેશ રાઠોડની પત્નીને દાખલ કરવામાં આવી હતી. સી-૧ વોર્ડમાં દાખલ કરાયેલી મહિલા તેના ૩ વર્ષ પુત્ર સાથે સૂતી હતી. એ દરમિયાન મળસ્કે પાંચેક વાગ્યે કોઈ અજાણી મહિલા ગણેશ રાઠોડના ૩ વર્ષના પુત્રને કાંખમાં બેસાડી નાસી ગઈ હતી. ત્યારબાદ માતાની આંખ ખુલતા પુત્રને પાસે ન જાતા રાડા રાડ કરી મુકી હતી. અને વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

સ્મીમેર હોસ્પટલમાં લાગેલા સીસીટીવીમાં અજાણી મહિલા કાંખમાં ૩ વર્ષના માસૂમને લઈને નીકળતી દેખાય છે. આ અજાણી મહિલાના હાથમાં બે અન્ય બાળકો હોવાનું પણ સીસીટીવીમાં સામે આવ્યું છે. હાલ વરાછા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અને અજાણી મહિલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ બાળક ગુમાવનાર પરિવાર હૈયાફાટ રૂદન કરી રહ્યું છે.

સ્મીમેર હોસ્પટલ છાસવારે વિવાદોમાં આવી રહી છે. બાળકનું અપહરણ થયું ત્યારે સિક્્યુરીટી અને કર્મચારીઓ ક્યાં હતા તે સવાલો ઉઠી રહ્યાં છે. આ અગાઉ પણ ઉધનાના એક શ્રમિક પરિવારનું નવજાત બાળકની જગ્યાએ કોઈએ બાળકીની અદલાબદલી કરી દીધી હોવાની ફરિયાદ સામે આવી હતી. જેમાં કોર્ટના આદેશ બાદ ડીએનએ કરાવવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY