ભરૂચ ના કૂકરવાડા ગામે આવેલ સવા પાંચસો વર્ષ જુનુ રુણ હનુમાનજી નું મંદિર

0
175

ભરૂચ,

ભરૂચ ના કૂકરવાડા ગામે આવેલ સવા પાંચસો વર્ષ જુનુ રુણ હનુમાનજી નું મંદિર જે પંચ મુખી હનુમાનજી થી પણ ઓળખાઈ છે.

પંચ મુખી હનુમાનજી મંદિર ના પૂજારી ના જણાવ્યા અનુસાર આજ થી સવા પાંચસો વર્ષ પહેલા ગામ લોકો ને સ્વપ્ન આવેલ કે ગામ ના પાદરે ટેકરી પર ખોદકામ કરશો તો હું સ્વયંભૂ પ્રગટીસ પણ હમણાં ના ખોદશો એક વર્ષ પછી ખોદજો પણ ગામ લોકો ને ધરપત ન હોઈ વર્ષ ની જગ્યા એ ૬છ માસ મા જ ખોદી વર્યા ગામ લોકો ભેગા મળી ગામ ની બહાર આવેલ ટેકરી ઉપર ખોદવાનું શરૂ કર્યું ૩ થી ૪ ફૂટ ખોદતા એક મોટી શીલા જેવો પથ્થર નીકળ્યો પથ્થર2 ને જોતા તેની પર નાના બાળકો ના મુખ જેવા આકાર ના પાંચ જેટલા આકાર જોવાયા જેથી ગામ લોકો એ તેને પંચ મુખી હનુમાનજી નું નામ આપ્યુ.

આ પંચ મુખી હનુમાનજી ની પ્રતિમા જોવા માટે ગામે ગામ થી લોક ટોળા ઉમટ્યા ત્યા મંદિર સ્થાપવામાં આવ્યું અને દર વર્ષ દિવાળી બાદ નવાવર્ષ બેસતા વર્ષ ની દિવસે અહી મેળો ભરાઈ છે હજારો ની સંખ્યા માં ભક્તો આવે છે અને પંચ મુખી હનુમાનજી ના દર્શન કરી ધન્યતા અનુભવે છે એવુ પણ કેહવાઈ છે કે પંચ મુખી હનુમાનજી ના મંદિરે જે કોઈ લોકો આવે છે અને માનતા કે આંખડી રાખે છે તો એ પુરી થાઈ છે એક લોકવાયકા એવી પણ છે કે અહીં જે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતના ઋણ નીચે દબાયેલ હોઈ અને અહી આવી પંચ મુખી હનુમાનજી ના મંદિરે સાચા હૃદય થી માનતા માને છે તો એના સર્વે ઋણ ઋણ મોચન હનુમાનજી પુરા કરી દે અને તેના પર ચડેલ હરેક ઋણ ને ખતમ કરી દે છે માટે નર્મદા પુરાણ માં પંચ મુખી હનુમાનજી ને ઋણ મોચન હનુમાનજી થી પણ ઓરખાયા છે.

અહીં આજે પણ દરેક કાર્તિકેય પૂનમ ના દિવસે હનુમંજયંતી નિમિતે મહાપ્રસાદી અને ભજન કરતાં નું આયોજન કરવામા આવે છે આજે પણ ભરૂચ શહેર જીલ્લા મા થી અને અખાઈ ગુજરાત માથી મોટી સંખ્યા માં ભાવિક ભક્તો આવી ભગવાન ઋણ મોચન હનુમાનજી ના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY