રાહુલ ગાંધીનું કૈલાસ માનસરોવર જવું ભાજપને પચતુ નથી : ગેહલોત

0
29

ન્યુ દિલ્હી,તા.૩૧
કોંગ્રેસ દ્વારા ભાજપ પર પલટવાર કરતા કહેવામાં આવ્યું છે કે ભોલે શંકરના ભક્ત રાહુલ ગાંધીની ધાર્મિક યાત્રામાં ભાજપ દ્વારા અડચણ પેદા કરવાની કોશિશ થઈ રહી છે. આમ કરવું પાપ છે અને આવું કરનારાઓને શ્રાપ મળે છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ચીન થઈને માનસરોવર જવાના અહેવાલો પર કહ્યું છે કે સુરક્ષા કારણોસર માર્ગની જાણકારી આપી શકાય નહીં.
સૂરજેવાલાએ કહ્યું છે કે કોઈ તીર્થયાત્રા પર જાય છે. તો તેની સફળતા માટે બધાં દુઆ કરતા હોય છે. પરંતુ લોકો સત્તાના નાના ઉદેશ્યો માટે નાના ષડયંત્રો કરી રહ્યા છે. પરંતુ રાહુલ ગાંધી અને શંકર ભગવાન વચ્ચે કોઈ આવી શકે તેમ નથી. રાષ્ટ્રનિર્માણ રાહુલ ગાંધીની મનોકામના જરૂરથી પૂર્ણ થશે. કોંગ્રેસના સંગઠન મહામંત્રી અશોક ગહેલોતે પણ કહ્યું છે કે રાહુલ ગાંધીનું કૈલાસ માનસરોવર જવું ભાજપને પચતું નથી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY