મોંઘવારી ભડકે બળશે : સીએનજી,પીએનજી,વીજળીના ભાવમાં વધારો થશે

0
858

ન્યુ દિલ્હી,તા.૩૧
સરકાર ઘરેલુ નેચરલ ગેસના ભાવમાં ઓક્ટોબરથી ૧૪ ટકાનો વધારો કરી શકે છે જેના લીધે સીએનજીના ભાવ વધી શકે છે અને વીજળી અને યુરિયા ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થઇ શકે છે. મોટા ભાગના નેચરલ ગેસના ઘરેલુ ઉત્પાદકોને ચૂકવવામાં આવતી કિંમતમાં મિલીયન બ્રિટીશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ) દીઠ પહેલી ઓક્ટોબરથી ૩.૫ ડોલર સુધીનો વધારો કરાય તેવી શક્્યતા છે, જે હાલમાં ૩.૦૬ ડોલર છે એમ આ ઘટનાથી જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકા, રશીયા અને કેનેડામાં ગેસ સરપ્લસમાં સરેરાશ દરને આધારે નેચરલ ગેસના ભાવ દર છ મહિને નિર્ધારિત કરવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાવ વધારાના ૨૮ સપ્ટેમ્બરના રોજ જાહેરાત કરવામાં આવે તેવી શક્્યતા છે. ભારત ઘરેલું દરથી બમણા ભાવે અર્ધાથી ઉપરના ગેસની આયાત કરે છે.
નેચરલ ગેસનો ભાવ એમએમબીટીયુદીઠ ૩.૫૦નો ભાવ પહેલી ઓક્ટોબરથી શરૂ થતા છ મહિના સુધી નિર્ધારિત કરવામાં આવશે અને ઓક્ટોબર ૨૦૧૫થી માર્ચ ૨૦૧૬થી અત્યાર સુધીમાં સૌથી વધુ હશે જ્યારે ઘરેલુ ઉત્પાદકોને એમએમબીટીયુદીઠ ૩.૮૨ ડોલરનો ભાવ ચૂકવવામાં આવતો હતો.
કિંમતમાં કરાયેલો વધારો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પ (ઓએનજીસી) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઉત્પાદકોની કમાણીમાં વધારો કરશે પરંતુ તેનાથી સીએનજીના ભાવમાં પણ વધારો થશે, જે નેચરલ ગેસનો કાચા માલ તરીકે ઉપયોગ કરે છે. તેનાથી યુરિયા અને વીજળીના ખર્ચમાં વધારો થશે.
ગેસના ભાવ એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાનમાં એમએમબીટીયુદીઠ ૩.૦૬ ડોલર હતા, જે અગાઉના છ મહિનામાં ૨.૮૯ ડોલરના સ્તરે હતા. તે ત્રણ વર્ષમાં ફક્ત બીજા વધારો હતો. સરકાર પણ ડીપસિ જેવા મુશ્કેલ વિસ્તારમાં મળી આવતા અવિકસિત ગેસ માટે વૈકલ્પિક ઇંધણ પર નિયંત્રિત ભાવમાં વધારો કરે તેવી શક્્યતા છે, જેને પ્રવર્તમાન પ્રાઇસિંગ ફોર્મ્યુલા અનુસાર વિકાસ કરવો આથક રીતે પોસાય તેમ નથી એમ સૂત્રોએ જણાવ્યું હતું.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY