વાહન વ્યવહાર કમિશનરની કચેરી,ગાંધીનગર દ્વારા વિશ્વ સંભારણા દિવસની ત્રિદિવસીય ઉજવણી કરાશે

0
27

૧૮ નવેમ્બર સમગ્ર વિશ્વમાં માર્ગ અકસ્મતામાં ઘાયલ, મૃત્યુ પામેલાને યાદ કરવાનો દિવસ એટલે ‘વિશ્વ સંભારણા દિવસ’

દર વર્ષના નવેમ્બર માસનો ત્રીજો રવિવાર વિશ્વ સંભારણા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા અને મૃત્યુ પામેલાને યાદ કરવાનો આ દિવસ છે. રસ્તાઓ ઉપરની ઇજાઓ ખૂબ જ પ્રાણઘાતક બની રહે છે અને તેની અસરો ખૂબ જ લાંબા સમય સુધી જોવા મળે છે. જ્યારે માર્ગ અકસ્માતમાં કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત બને છે ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં તેની ઈજાઓ કાયમી હોય છે. દર વર્ષે વિશ્વમાં ખૂબ જ મોટી સંખ્યામાં માર્ગ અકસ્માતમાં લોકો ઘાયલ થાય છે અથવા મૃત્યુ પામે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વમાં સૌપ્રથમ વખત વર્ષ-૧૯૯૫માં યુરોપિયન દેશોમાં આ દિવસ મનાવવામાં આવ્યો હતો અને માર્ગ અકસ્માતનો ભોગ બનેલા ઘાયલો અને મૃતકોના સ્વજનો તરફથી ખૂબ જ સંવેદનશીલ મેસેજ વૈશ્વિક જનસમૂહ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેના વિધ્યાત્મક પ્રતિભાવ સ્વરૂપે, રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં The appropriate acknowledgement for victims of road traffic crashes and their familyes તરીકે નવેમ્બર માસના ત્રીજા રવિવારે મનાવવાનું નક્કી કરાયું હતું.એ પણ હકીકત છે કે માર્ગ અકસ્માતમાં ઘાયલ થનાર કે મૃત્યુ પામનારમાં યુવાવર્ગ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. માર્ગ અકસ્માતનો ભોગ બનનાર ઘાયલો અને મૃતકોના સ્વજનો તરફથી આ દિવસ નિમિત્તે વિશ્વને માર્ગ સલામતીની સંવેદનશિલતા અને જાગૃતિ માટેનો એક સંવેદનશીલ સંદેશો આપવામાં આવે છે. માર્ગ સલામતી અંગે સાવચેત રહો, સાવધ રહો. એક નાની સરખી ભૂલ આપના જીવનને બદલી નાખે છે અથવા સમાપ્ત કરી નાખે છે. આ મતલબનો સંદેશો પાઠવવામાં આવે છે. આ સંદેશા દ્વારા એવો પણ મેસેજ સમગ્ર વિશ્વને પાઠવવામાં આવે છે કે રસ્તા ઉપરના મૃત્યુ અને ઈજાઓની અસર અને તે માટેની તાત્કાલિક જરૂરિયાતોને પ્રદર્શિત કરવાની તક આપતો આ દિવસ છે.

અકસ્માતના અનેકવિધ કારણોમાં માર્ગ અકસ્માત ખૂબ જ અગત્યનું કારણ છે. માર્ગ અકસ્માત કોઇ પણ કારણોસર થાય પણ તેના પરિણામો હંમેશા દુઃખદ અને ગમગીન જ હોય છે તેમાં આનંદને સ્થાન નથી. માર્ગ અકસ્માતનો ભોગ બનનાર કોઈ પણ આબાલવૃદ્ધ જ્યારે દિવ્યાંગ બને છે અથવા પોતાની અમૂલ્ય જિંદગી ગુમાવે છે ત્યારે તેના સ્વજનો માટે આ કારમી ઘટના ખૂબ જ દુખદ બને છે.આજે આપણા દેશમાં અને રાજ્યમાં વાહનોનો દિનપ્રતિદિન વધારો થતો જાય છે ત્યારે આપણે સહુએ અંતઃકરણપૂર્વક માર્ગ સલામતિના નિયમોને પાળવાની અને તેના સાચા અર્થમાં અમલમાં મૂકવાની તાતી આવશ્યકતા છે. હેલ્મેટ અને સીટબેલ્ટ પહેર્યા વિના વાહન નહીં ચલાવવાનું અને વધુ ઝડપે વાહન નહીં ચલાવવાના શપથ લેવા જોઈએ. માર્ગ ઉપરના સલામતી ચિહ્નોને ઓળખી અને તેને અમલમાં મૂકવાની જરૂર છે. જાહેર પરિવહન સેવાનો મહત્તમ ઉપયોગ કરવાની પણ આવશ્યકતા છે.

વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા વિશ્વ સંભારણા દિવસની ત્રિદિવસીય ઉજવણી કરવાનું આયોજન કરાયુ છે જેમાં સમગ્ર રાજ્યમાં જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવશે તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરીની યાદીમાં જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY