હળવદમાં રોટરી અન્નપૂર્ણા રથનું લોકાર્પણ ઃ ભુખ્યાને મળશે પોષ્ટીક ખીચડી-કઢી

0
48

આવતીકાલથી માત્ર ર રૂપિયાના ટોકન દરે હળવદવાસીઓ જમશે શુધ્ધ અને સાત્વીક ભોજન

જિલ્લા કલેકટરે રિબીન કાપી રોટરી અન્નપૂર્ણા રથનો કર્યો પ્રારંભ ઃ રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ રહ્યા ઉપÂસ્થત

હળવદ રોટરી સેવા ટ્રસ્ટ અને સુરેશભાઈ પટેલ સાંદિપની હોસ્ટલ સંચાલિત રોટરી અન્નપૂર્ણા રથના લોકાર્પણ સમારોહનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા કલેકટરના હસ્તે રોટરી અન્નપૂર્ણા રથનું રિબીન કાપી પ્રારંભ કરવામાં આવ્યું હતું. આ તકે રાજકીય આગેવાનો અને અધિકારીઓ તેમજ મહાનુભાવો ઉપÂસ્થત રહ્યા હતા.
હળવદમાં હરહંમેશ સેવાકિય પ્રવૃતિ થકી હળવદના લોકો માટે કાંઈ નવું અને અલગ કરવાની ભાવના સાથે રોટરી કલબ અગ્રેસર રહેતી હોય છે ત્યારે આજરોજ રોટરી કલબનું સેવાકીય ભાવ સાથે હળવદના તમામ ભુખ્યા લોકો માટે શુધ્ધ અને પોષ્ટીક આહાર ખીચડી-કઢી પીરસવાનું બીડુ ઝડપ્યું છે. રોટરી સેવા ટ્રસ્ટના આ સાહસથી હવે હળવદના એકપણ વ્યકિત ભુખ્યા નહી સુવે. રોટરી કલબના આ પ્રેરણાદાયી કાર્યથી સોશિયલ મિડિયામાં જ ૯પ તીથી નોંધાઈ ચુકી છે જયારે ૧પથી વધુ આજીવન તીથીની પણ નોંધ થવા પામી છે. ત્યારે આજે શહેરના લોહાણા મહાજન સમાજવાડી ખાતે રોટરી અન્નપૂર્ણા રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, મનહરભાઈ પટેલ, વિજયભાઈ જાની, બિપીનભાઈ દવે, અમૃતલાલ ઠક્કર, સુરેશભાઈ પટેલ, હિતેન ઠક્કર સહિતના મહાનુભાવો ઉપÂસ્થત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રમેશભાઈ ઝાલોરીયા, નરભેરામભાઈ અઘારા, ગજેન્દ્રભાઈ મોરડીયા, રાજેન્દ્રસિંહ રાણા સહિત રોટરી કલબના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. રોટરી અન્નપૂર્ણા રથના લોકાર્પણ કાર્યક્રમ બાદ સુરેન્દ્રનગરના પ્રખ્યાત એવા હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર અંબારામભાઈ દુમાલીયાએ હાસ્યરસ પીરસ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY