ઘરમાં સુતેલા શખ્સની છરીના ઘા ઝીંકી હત્યાથી ખળભળાટ

0
102

વડોદરા,
તા.૩/૫/૨૦૧૮

શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી મદીના પાર્ક સોસાયટીમાં રહેતા રિક્ષા ચાલકને તેના જ કોઇ જાણભેદુએ બપોરના સમયે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ જે છરી વડે હત્યા કરી તે છરી પણ વોશ બેસીનમાં ધોઇ રસોડામાં મૂકી ફરાર થઇ ગયો હતો.

વડોદરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી ધરાવતા તાંદલજા વિસ્તારમાં રહેતા મહમ્મદ પટેલ નામના રિક્ષા ચાલકની ખૂબજ બેરહેમી પૂર્વક ગળાના ભાગે છરો ફેરવી હત્યા કરી નાખવામાં આવી હતી. મહમ્મદ રિક્ષા ડ્રાઇવીંગનો વ્યવસાય કરી પોતાના પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. મહમ્મદ તેની પત્ની અને બે બાળકો સાથે ભાડાનુ મકાન રાખી મદીના પાર્કમાં રહેતો હતો. અને ઘણા સમયથી માનસિક પરેશાનીથી પીડાતો હતો, જેના કારણે તેને ઊંઘ પણ નતી આવતી, જેથી તેની સારવાર કરાવવામાં આવી રહીં હતી.

મહમ્મદની પત્ની અને તેના બે બાળકો બે દિવસ પહેલાજ ભરૂચ તેમના સંબંધીના ઘરે ગયા હતા. જેથી મહમ્મદ આજે પોતાના ઘરમાં બપોરના સમયે એકલોજ હતો. મહમ્મદ પોતાના ઘરમાં બપોરના સમયે આરામ કરી પલંગમાં સુંઇ રહ્યો હતો. તેજ સમય ભર ઉંઘમાં મહમ્મદના ઘરમાં ઘૂસી કોઇ શખ્સે તેના ગળે ધારદાર છરો ફેરવી હત્યા કરી નાખી હતી.

મહમ્મદની પત્ની તેને સતત ફોન કર્યા કરતી હતી, પણ મહમ્મદે અંતિમ શ્વાસ લઇ લીધો હતો તે કોઇ જાણતુ ન હતુ. અને સાંજ ૬ વાગ્યાની આસપાસ મહમ્મદનો ભાઇ ઘરે પહોંચ્યો જ્યાં ઘરનો દરવાજા ખુલ્લો જાતા તે ઘરમાં ગયા ત્યારે પલંગમાં લોહીના ખાબોચીયામાં મહમ્મદની લાશ પડેલી જાવા મળી હતી. બનાવની જાણ સ્થાનિક પોલીસને કરાતા જે.પી પોલીસનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને પોલીસે ઘરમાં તપાસ કરતા એક છરો મળી આવ્યો હતો જે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY