ગીર,તા.૩૦
થોડા મહિના પહેલા ધારીને દલખાણીયા રેંજમાં ભેદી વાયરસથી એક બાદ એક ૨૩ સિંહોનાં મોત થયા હતા. બાદ ૩૧ સિંહોને રસી અપાઈ હતી. આ ૩૧ સિંહોને વનવિભાગ હજુ પણ નિરિક્ષણમાં રાખશે. સિંહોના ટપોટપ મોત બાદ અન્ય ૩૧ સિંહોને બચાવી લેવાયા હતા. અને તે ૩૧ સિંહે અમેરિકાથી મંગાવેલી વિશેષ રસી આપવામાં આવી હતી.
આ તમામ સિંહોને વનવિભાગે મુક્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. પરંત હજુ પણ વાયરસ ઉથલો મારે અને અન્ય સિંહોને લાગુ પડે તેવી વનવિભાગને ભીતી છે. ગાંધીનગરમાં વનવિભાગના પ્રીસીસીએફ અક્ષય સક્સેનાએ નિવેદન કર્યું કે હવે આ સિંહોને ક્યારે મુક્ત કરાય તે હજુ નક્કી નથી.
લોક લાગણી મુજબ આ સિંહોને મુક્ત કરવા માગણી ઉઠી રહી છે. પરંતુ રસીકરણ કરાયેલા સિંહો અને અન્ય સિંહોના સ્વાસ્થ્ય માટે હજુ આ સિંહોને મુક્ત નહીં કરાય. રસીકરણ કરાયેલ પાંચ સિંહ બાળ આજીવન શિકાર નહીં કરી શકે. શિકાર કરતા શિખવાની ઉંમરે જ રોગ લાગુ પડતાં તૈયાર મારણ મળવાથી પાંચ બાળ સિંહ શિકાર કરતાં નહીં શિખી શકે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



