કતારગામ મિનાક્ષી વાડીમાં દોડતી મોટર કારમાં આગ : ચાર લોકોનો ઉગારો

0
8

સુરત, તા. ૨૧

શહેરના કતારગામમાં ગજેરા સર્કલ પાસે દોડતી ઈન્ડીકા જીજે-૦૫-સીકે-૧૪૩૯ કારમાં ચાલુ ગાડીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જોત-જોતામાં ગાડી બળીને ખાખ થઇ ગઇ હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી.
સુરતના કતારગામની આ ઘટના છે, જ્યાં ચાલુ ગાડીમાં આગ લાગી હતી. જેના પગલે ગાડીમાં સવાર ચાર લોકો ને મીનાક્ષી વાડી ફળિયાના લોકો દ્વારા કાઢવામાં આવતા જેમનો બચાવ થયો છે. જ્યારે ઘટનાને પગલે સ્થાનિક લોકોનું ટોળું ભેગું થઇ ગયું અને આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
જોકે, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં ગાડી બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે, શોટ સર્કિટને લીધે ગાડીમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પ્રકારે શોર્ટ સર્કિટને લીધે ગાડીમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે.કારની વાયરીંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ ફાયર વિભાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY