ગીર,તા.૧૭
ગીર અભ્યારણ્યનાં ધારી ( ગીર પૂર્વ) વન વિભાગ હેઠળ આવતા દલખાણીયા રેન્જમાં મહિલાઓનાં એનીમિયા રોગનાં નિદાન અને સારવાર માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યુ. વન વિભાગ અને રાજકોટ સ્થિત બી.ટી સવાણી કિડની હોસ્પિટલનાં સંયુક્ત ઉપક્રમે ‘હિમોગ્લોબિન-નિદાન અને સારવાર કેમ્પ-નું આયોજન કરવામાં આવ્યુ.
આ કેમ્પમાં દલખાણીયા, ક્રાંગસા, સેમરડી, સુખપુર અને ગોવિંદપુર ગામની મહિલાઓનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. મહિલાઓને આ કેમ્પ સુંધી લાવવા અને પાછા મુકવા માટે વન વિભાગે વાહનોની વ્યવસ્થા પણ કરી હતી. આ કેમ્પમાં ૪૦૦થી વધુ મહિલોનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. મુખ્ય વન વનસંરક્ષક (જૂનાગઢ-વન્ય પ્રાણી વર્તૃળ) ડી.ટી વસાવડા અને નાયબ વનસંરક્ષક (ધારી)પી. પુરુષોતમાનાં માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.
આ અભિયાનને ‘રોગ મુક્ત સિંહો-એનીમિયા મુક્ત મહિલાઓ’ એવું નામ આપવામાં આવ્યું છે. એનીમિયા (પાંડુરોગ)થી પિડાતી મહિલામાં લોહીનાં ટકા ઓછા હોવાથી તેમને કેટલીક બિમારીઓ સામનો કરવો પડે છે અને ખાસ કરીને પ્રસૂતિ સમયે જા લોહીનાં ટકા ઓછા હોય એટલે કે મહિલા એનિમિયાથી પિડાતી હોય તો તેનાં જીવને જાખમ પણ આવી શકે છે.
નેશનલ ફેમિલિ હેલ્થ સર્વેનાં આંકડાઓ મુજબ, ગુજરાતમાં ૧૪ થી ૪૯ વર્ષની મહિલાઓમાં ૫૪.૯ ટકા મહિલાઓ આ રોગ એટલે કે એનીમિયાથી પિડાય છે. સમગ્રે દેશમાં જાઇએ તો, દેશની ૫૩ ટકા મહિલાઓ અનિમીયા એટલે કે પાંડુરોગથી પિડાય છે.
એનીમિયાની આ સ્થિતિ વચ્ચે વન વિભાગે એક નવતર અભિગમ દાખવી, દલખાણીયા રેન્જમાં આવેલા અને જંગલ વિસ્તારની આસપાસનાં ગામડાઓની મહિલાનાં આરોગ્યની ચકાસણી થાય અને તેમને સારવાર મળે તે આશયથી આ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. વન વિભાગની સાથે સાથે દલખાણીયાની શાળાનાં શિક્ષકો, આશા વર્કર બહેનો અને આરોગ્ય વિભાગનાં કર્મચારીઓનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



