રાફેલ મુદ્દે મોદી સરકાર માફી માગે,સંસદમાં ખોટુ બોલી ગેરમાર્ગે દોરે છે : માયાવતી

0
32

ન્યુ દિલ્હી,તા.૧૦
રાફેલ ડીલ મામલે કેન્દ્રની મોદી સરકારને સુપ્રીમ કોર્ટે સૌથી મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની વાંધાજનક અરજીને નકારી કાઢી છે. જેમાં ગુપ્ત દસ્તાવેજના આધાર પર પુનર્વિચાર અરજી નકારી કાઢવાની માગ કરી હતી. કોર્ટના આદેશ બાદ બસપા સુપ્રીમો માયાવતીએ ટિવટ કરી કહ્યુ કે, સંસદની અંદર તેમજ બહાર વારંવાર ખોટુ બોલી દેશને ગેરમાર્ગે દરવા માટે પીએ મોદી માફી માગે તેમજ રક્ષા મંત્રી રાજીનામું આપે.
માયાવતીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેમના ટિવટર એકાઉન્ટ પર એક ટિવટ કરી છે. જેમાં લખ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષાની આડમાં રાફેલ સંરક્ષણ ડીલમાં મોટા પ્રમાણમાં કૌભાંડ અને ભ્રષ્ટાચારને છુપાવવા માટે પીએમ મોદી સરકારનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો. સુપ્રીમ કોર્ટમાં ભાજપ સરકાર પૂર્ણ રીતે ઘેરાયેલી છે. સાંસદની અંદર અને બહાર વારંવાર ખોટુ બોલી દેશને ગેરમાર્ગે દરવા માટે પીએ મોદી માફી માગે તેમજ રક્ષા મંત્રી રાજીનામું આપે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY