સુરત,તા.૬
સુરતમાં લોકભારતી શાળામાં વિદ્યાર્થી પર હુમલો થયાના અહેવાલ મળી રહ્યા છે. અહીં સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી શાળામાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી પર ચપ્પુ વડે પૂર્વ વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો. શાળા શરૂ થાય તે અગાઉ જ પૂર્વ વિદ્યાર્થીઓએ શાળાના પટાંગણમાં જ ચપ્પુ વડે હુમલો કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના સિટી લાઈટ વિસ્તારમાં આવેલી લોકભારતી શાળામાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતાં આશિષ જગતાપ નામના વિદ્યાર્થી પર શાળાના પૂર્વ વિદ્યાર્થી સહિત ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. શાળા શરૂ થાય તે પૂર્વે જ કેમ્સમાં ઘુસી જઈને પૂર્વ વિદ્યાર્થી કોઈ અદાવતમાં ચપ્પુ વડે હુમલો કર્યો હતો.
ઘટનાને પગલે લોહીલુહાણ થયેલા વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી અને ટીચર સાથે ઉમરા પોલીસ દોડી આવ્યાં હતાં. જ્યાં પોલીસને જાણ કરી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હુમલો શા માટે કરવામાં આવ્યો અને હુમલાખોરો અંગે ઉમરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




